+

Gondal : વહેલી સવારથી કમોસમી વરસાદ, યાર્ડમાં વેપારીઓની જણસી પલળી

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલે કે તા : 24, 25, 26 નવેમ્બર સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજ રોજ વહેલી…

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલે કે તા : 24, 25, 26 નવેમ્બર સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજ રોજ વહેલી સવારથી ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આ સાથે જ ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

ગોંડલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર જેવાકે ચરખડી, બીલયાળા, મોટા ઉમવાડા, પાંચિયાવદર, રિબડા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી કમૌસમી વરસાદને પગલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ખેડૂતોના ઉભા પાકને નુકસાન

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો. આજરોજ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ચણા, જીરૂ, ધાણા, ડુંગળી, મરચા, કપાસ સહિતના અનેક ઉભા પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને તૈયાર પાક પર કમોસમી વરસાદ પડતા જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હતો.

યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલ વેપારીઓનો માલ પલળ્યો

સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશો દ્વારા માવઠાની આગાહીને પગલે લસણ, ડુંગળી, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવા આવી હતી તેમજ યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને પોતાની જણસી તાડપત્રી તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને લઈને આવવા અપીલ કરવા આવી હતી. વેપારીઓને પણ જણસી ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી હતી પરંતુ યાર્ડના સત્તાધીશોએ આપેલ સૂચનાઓનું પાલન નહીં કરતા યાર્ડમાં ખુલ્લા મેદાનમાં પડેલ ડુંગળીના 200 થી 300 કટ્ટા, કપાસ, મરચાની ભારી સહિતની જણસીઓ પલળી જવા પામી હતી.

આ પણ વાંચો—RAIN: રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું, આકાશમાં કાળા ડિંબાંગ વાદળો..

Whatsapp share
facebook twitter