+

સુરતમાં અનોખા ગરબાનો ટ્રેન્ડ શરૂ, ખેલૈયાઓ પગમાં ઝાંઝર કે જ્વેલરી નહીં સ્કેટિંગ શૂઝ પહેરી ગરબા રમતા જોવા મળ્યા

અહેવાલ – રાબિયા સાલેહ નવરાત્રી 2023 માં સુરતના ખેલૈયાઓના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે. કઈક હટકે કરવા માટે સુરતીઓ જાણીતા છે, ત્યારે સુરતમાં અનોખા જ ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો…

અહેવાલ – રાબિયા સાલેહ

નવરાત્રી 2023 માં સુરતના ખેલૈયાઓના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે. કઈક હટકે કરવા માટે સુરતીઓ જાણીતા છે, ત્યારે સુરતમાં અનોખા જ ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ખેલૈયાઓ પગમાં ઝાંઝર કે જ્વેલરી નહીં પરંતુ સ્કેટિંગ શૂઝ પહેરી ગરબા સીખી રહ્યા છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.

સુરતમાં નાના નાના ખેલૈયાઓએ સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબાનું કોન્બિનેશન કરી પ્રિ નવરાત્રી સેલિબ્રેશન કર્યું છે. નવરાત્રીના પર્વને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં અસંખ્ય ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. તેવામાં 2023 નવરાત્રીમાં કઈક યુનિક કરવા ખેલૈયાઓ સ્કેટિંગ ગરબા રમી રહ્યા છે. આ અંગે સ્કેટિંગ ગરબા શીખવનાર ટ્રેનર મીના મોદીએ જણાવ્યું હતું કે સ્કેટિંગ સાથે ગરબાનું કોન્બિનેશન કઈક હટકે લાગે છે, તમે ક્યારેય નહીં જોયું હોય તેવા સ્ટેપ્સ સ્કેટિંગ પર ગરબાના ખેલૈયાઓ શીખી રહ્યા છે. જેમાં દાંડિયા, ડોડીયા અને અવનવા સ્ટેપ્સ તેઓ સ્કેટિંગ પર કરે છે. આ ખેલૈયાઓને જોતાં તમને એવું લાગશે કે આ નાની નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબા રમી રહી છે. પરંતુ તેઓ અન્ય ખેલૈયાઓથી જુદી પડે છે, ટ્રેડિશનલ ડ્રેસ હોય કે ગરબાના અલગ સ્ટેપ્સ કે પછી દાંડિયાના અવનવા સ્ટેપ્સ આ નવરાત્રીમાં આ ખેલૈયાઓ માટે એક સરખું રહેવાનું છે.

ખેલૈયાઓમાં પર આ વખતે સ્કેટિંગ ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના ખૈલેયાઓ આ વર્ષે રમવાના મૂડમાં લાગી રહ્યા છે. આ અંગે ખેલૈયાઓએ પોતાનો ઉત્સાહ જાહેર કરતા કહ્યું હતું કે કઈક યુનિક કરવા માટે તેઓ સ્કેટિંગ ગરબા શીખી રહ્યા છે. જેમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. સ્કેટિંગ ગરબા કરતી વખતે ઘણીવાર તેઓ પડી પણ જાય છે, પરંતુ સૌ કરતા કઈક હટકે અને વિવિધ સ્ટેપ્સ શિખવવામાં તેઓને મજા આવે છે. સાથે જ સ્કેટિંગ ગરબા ખેલૈયાઓને સૌથી અલગ પાડે છે. જેથી આ વખતે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ધૂમ મચાવશે જેવો ઉત્સાહ સ્કેટિંગ ગરબા કરતા નાના નાના ખેલૈયાઓએ વ્યક્ત કર્યો.

સુરતમાં આ વર્ષે ખૈલેયાઓ નવા સ્પેપસ સાથે કઈક યુનિક કરવા સાથે નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ ગયા છે. સુરતના ઘોડદોડ રોડ પરના ગરબા કલાસિસે આ વર્ષે નવા સ્ટેપ્સ સાથે રમઝટ મચાવવાનું ખેલૈયાઓએ નક્કી કર્યું છે. જેથી છેલ્લા ચાર મહિનાથી પોતાના અભ્યાસની સાથે આ નાના ખેલૈયાઓ ગરબા ક્લાસમાં જય સ્કેટિંગ પર ગરબાની પ્રેકટિસ કરી રહ્યા છે. સુરતવાસીઓમાં ગરબાનો ઉત્સાહ વધે તે માટે આ ખેલૈયાઓએ કંઈક હટકે કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો – સુરતની એક શાળામાં શિક્ષિકાએ બાળકીને એક પછી એક 35 ધબ્બા માર્યા, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter