+

મધરાતે બંગલામાં ચોરી કરવા ઘુસ્યા બે ચોર, CCTV ના કારણે મોબાઇલમાં મળ્યું નોટિફિકેશન

અહેવાલ – રાબિયા સાલેહ સુરતની કતારગામ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પડી ગઈ છે,સુમુલ ડેરી રોડના બંધ બંગલામાંથી રૂ. ૬.૮૮ લાખની મતા ચોરાઇ ગઈ અને પોલીસ ઊંઘતી રહી, હદ તો…

અહેવાલ – રાબિયા સાલેહ

સુરતની કતારગામ પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પડી ગઈ છે,સુમુલ ડેરી રોડના બંધ બંગલામાંથી રૂ. ૬.૮૮ લાખની મતા ચોરાઇ ગઈ અને પોલીસ ઊંઘતી રહી, હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મધરાતે બંગલામાં ઘૂસેલા બે ચોર દમણ ગયેલા વેપારીને મોબાઇલમાં દેખાયા!અને ઘર માલિક એટલે કે વેપારીએ પોલીસ અને પાડોશીને જાણ કરી.

હોલમાં લગાવેલા સીસી કેમેરાને કારણે મોબાઇલમાં નોટિફિકેશન મળતા ઘર માલિકે તાત્કાલિક પોલીસ અને પડોસી ને પોતાના ઘરમાં ચોર ઘૂસ્યા હોવાની જાણ કરી હતી,ઘટના છે સુરત ના સુમુલ ડેરી રોડની ,હાલ ચાલી રહેલા દિવાળીના તહેવાર નિમિતે લોકો પોતાનો ઘરબાર લોક કરીને પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર વિશ્વાસ કરીને ફરવા જતા હોય છે.પરંતુ બંધ બંગલામાં ગુસેલા ચોર ને ઘર માલિકે જોતા હોસ ઉડી ગયા હતા, ૧૯ મી તારીખ ની મધરાત્રે સુમુલ ડેરી રોડ ખાતે કેટલાક તસ્કરો દમણ ફરવા ગયેલા કાપડ વેપારી ના બંધ મકાન માં હાથ ફેરો કરતા મોબાઈલમાં દેખાયા હતા. બંગલાના હોલમાં લગાવેલા સીસીટીવી કેમેરાને કારણે મોબાઈલમાં નોટિફિકેશન મળ્યું હતું.જોકે આસપાસ ના પડોશી અથવા પોલીસ પહોંચે તે પહેલાં તસ્કરો ૬.૮૮ લાખની મતા ચોરી ભાગી ગયા હતા. સુરત નો સુમુલ ડેરી રોડ પોસ વિસ્તાર ગણાય છે.આ રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટી ખાતે ભરતકુમાર રમણલાલ ખંભાતી રહે છે જેઓ કાપડ ઉદ્યોગ સાથે સંકાયેલા છે. ભરતભાઈ અને તેમના પત્ની ગત તા. ૧૫મીએ દમણ ગયા હતા.અને તેમનો દીકરો અને વહુ તા. ૧૬મીએ ગોકુળ- મથુરા ફરવા ગયા હતા.જેથી ઘર બંધ હતું પરંતુ તેઓ સીસીટીવી કેમેરા ના સહારે બેફિકર હતા,

કાપડ વેપારી ના બંગલામાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે.અને એમાં પણ વિશેષતા એ છે કે કેમેર સામે કોઈ વ્યક્તિ અવરજવર કરે તો તાત્કાલિક એજ સમયે મોબાઇલમાં એલર્ટ નું નોટિફિકેશન આવી જાય છે. જેથી બંધ ઘરમાં થતી હલનચલન તેઓ કેમેરાના એક્સેસ મોબાઈલમાં હોવાથી જોઇ શકે છે.કાપડ વેપારી ગત તા. ૧૯મીની મધરાત્રે ૩ વાગ્યે દમણ ખાતે મકાનમાં સૂતા હતા ત્યારે તેમના મોબાઇલમાં કોઇ વ્યક્તિની હિલચાલ હોવાનું તેમના મોબાઈલ ના નોટિફિકેશન આવ્યું હતું. જે બાદ ભરતભાઇએ તાત્કાલિક પોતાનો મોબાઇલ તપાસ્યો જેમાં સીસીટીવી કેમેરા ચેક કરતા બે યુવકો મોઢે રૂમાલ બાંધી ઘરમાં ઘૂસ્યા હોવાનું દેખાઈ આવ્યું,જે બાદ તાકીદે તેમણે પડોશીને ફોન પર જાણ કરતા તેમના પડોશીઓએ તુરંત પોલીસ ને ૧૦૦ નંબર પર કોલ કરી ચોરી અંગે જાણ કરી હતી.

પડોશીઓ અને પોલીસ પહોંચે ત્યાં સુધીમાં મકાનના પાછલા ભાગેથી ચોરો ગાયબ થઇ ગયા હતા. બંગલામાં ચોરી થયા બાદ તત્ર એજ કાપડ વેપારી ભરત ભાઈ દમણથી પરત ફર્યા હતા અને ઘરમાં તપાસ શરૂ કરી હતી. જેમાં બંગલા ના પાછળ રસોડા સાઈડની બારી તુતિલે જોવા મળી હતી.ચોરો બારી ની લોખંડની ગ્રીલ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને કબાટમાંથી રોકડા રૂપિયા સાડા ચાર લાખ સાથે ચાંદીની ૧૫થી ૧૭ જોડી પાયલ અને દીકરાના રૂમના કબાટના લોકરમાંથી ૧ લાખ ની ઘડિયાળ, ૩ તોલાનું સોનાનું કંગન તમામ વસ્તુ મળી કુલ રૂપિયા ૬.૮૮ લાખની મતા ચોરી કરી ભાગી ગયા હતા, કતારગામ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ માં કેમેરા ચેક કરતા બે યુવકો મોડીરાત્રે ૧.૩૧ વાગ્યે ઘરમાં ઘૂસતા અને મધરાત્રે ૩.૧૦ વાગ્યે ચોરી કરી નાસી જતા દેખાયા હતા.જે બાદ કતારગામ પોલીસે ચોરી નો ગુનો નોંધી તસ્કરો ની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો – ગોધરા-દાહોદ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત, 4 મુસાફરોના થયા કમકમાટીભર્યા મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter