અહેવાલ – રાહિયા સાલેહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાનો એક પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન. જેની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતની જેમ હવે તો મહારાષ્ટ્રમાં પણ જમીન સંપાદનની કામગીરી એ બુલેટગતિ પકડી છે. એટલું જ નહીં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના માર્ગમાં આવતા આઠ જેટલા પર્વત તોડી ટનલ બનાવવા આયોજન કરાયું છે. જોકે, આઠ પૈકી વલસાડની 350 મીટર લાંબી પહેલી ટનલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં 12.6 મીટર પહોળી અને 10.25 મીટર ઊંચી ટનલ માત્ર 10 મહિનામાં બનાવી દેવાઈ છે.
ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી 100 ટકા જેવી પૂર્ણ થઈ ગઇ છે અને હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના માર્ગમાં આવતા 8 જેટલા પર્વતને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે. સૌ પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેક માટે એક મસ્ત મોટું ટનલ બનાવવામાં આવશ. તેમજ આ સમગ્ર કામગીરી માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વલસાડના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ પાસે પર્વતને તોડીને પહેલી 350 મીટર લાંબી ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ટનલ 12.6 મીટર પહોળી અને 12.25 મીટર ઊંચી હતી, જો કે 9 થી 10 મહિનાના ટૂંકા સમયગાળામાં પર્વતને તોડી ટનલ બનાવી દેવામાં આવ્યો છે. તેમજ અલગ અલગ સાત જેટલા સ્થળો નક્કી કરી તેના ઉપર ટનલ બનાવવાની કામગીરી ની પણ લિસ્ટ તૈયાર કરાઈ છે.
આ સાથે જ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના માર્ગમાં દરિયાની સાથે પર્વત પણ આવી રહ્યા છે. કુલ 8 પર્વત આવતા હોવાથી આ તમામ પર્વત તોડીને ટનલ બનાવાશે.વલસાડના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ પાસે 350 મીટર લાંબી ટનલની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. આ ટનલ બનીને તૈયાર થઈ ગઈ છે.જ્યારે હજુ સાત ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે
બુલેટ ટ્રેન ને લઈ ગુજરાતમાં સૌ પ્રથમ કામગીરી શરૂ કરાઈ હતી,જો કે આ પ્રોજેક્ટ ગુજરાત, અમદાવાદ અને દાદરા નગર હવેલીના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે.પરંતુ ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી 100 % પૂરી કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 99.83 % અને દાદરા-નગર હવેલીમાં પણ 100 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે.
265 કિ.મી. ફાઉન્ડેશનની કામગીરી પૂરી કર્યા બાદ અધિકારીઓની ટીમ આગળ ની કામગીરીમાં ઝડપ વધારી છે. બુલેટ ટ્રેનના માર્ગમાં ખુલ્લા ફાઉન્ડેશનની કામગીરી 334.5 કિલોમીટરમાં પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે ૨૬૫ કિમીમાં ફાઉન્ડેશન, 235 કિલોમીટરમાં પિલ૨ ઊભા થઈ ગયા છે. તેમજ 2958 ગર્ડર પિલર ઉપર મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 90.84 કિલોમીટરમાં વાયડક્ટનું કામ પૂરું કરાયું છે. સાથેજ સુરતમાં કોનકોર્સ સ્લેબ નાંખવાની કામગીરી 450 મીટરમાં જ્યારે આણંદમાં 425 મીટર, બીલીમોરામાં 138 મીટર કામગીરી પૂરી થઈ ગઈ છે. અને વાપીમાં 50 મીટરમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
કુલ આઠ સ્થળો ઉપર ટનલ બનવાશે
અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના માર્ગમાં કુલ 8 પર્વતીય ટનલ ની લિસ્ટ તૈયાર થતા પૂરજોશમાં કામગીરી કરવા આયોજન કરાયું છે, જેમાં ગુજરાતમાં વલસાડના ઝરોલી ગામ પાસે, મુંબઈના થાણેમાં શીલ, પાલઘરના ચઢાપાડા, પાલઘરપાલઘર વસંતવાડી, પાલઘર અંબેસારી, પાલઘર ચંદાસર સહિતના સ્થળે આવેલા પર્વતને તોડી ટનલ બનાવાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.