+

જૂનાગઢમાં લીલી પરિક્રમામાં ગોંડલના સેવાભાવીઓ દ્વારા પંડાલ શરૂ કરાયો

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ માનવ સેવા એજ પ્રભુ સેવા એ સૂત્રને ખરા અર્થમાં ગોંડલના રમેશભાઈ રૈયાણી એ સાર્થક કરી બતાવી છે અને લોકોને એક અલગ જ અંદાજમાં પ્રેમથી ખવડાવવાની રીત જોઈ…

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ

માનવ સેવા એજ પ્રભુ સેવા એ સૂત્રને ખરા અર્થમાં ગોંડલના રમેશભાઈ રૈયાણી એ સાર્થક કરી બતાવી છે અને લોકોને એક અલગ જ અંદાજમાં પ્રેમથી ખવડાવવાની રીત જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રમેશભાઈ તેમજ ગ્રૂપના સભ્યોને અનોખા અંદાજમાં જોઈ લીલી પરિક્રમા કરવા આવેલ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા..

ગરવા ગિરનાર જૂનાગઢમાં હાલ લીલી પરિક્રમા ચાલી રહી છે ત્યારે સેવાભાવીઓ દ્વારા જાત્રાળુઓ માટે ઠેર ઠેર ભંડારા અને પંડાલની વ્યવસ્થાઓ કરાઈ છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા લીલી પરિક્રમા પુરી કરી દેવાય છે તો હજુ પણ મોટી સંખ્યામાં લોકો પરિક્રમામાં આવી રહ્યા છે.. ત્યારે ગોંડલના રમેશભાઈ રૈયાણી દ્વારા જૂનાગઢ ખાતે પંડાલમાં ગોંડલના પ્રખ્યાત ગરમાં ગરમ ફાફડા ગાંઠિયા જલેબી, મરચાં અને સંભારો સહિતની પ્રસાદી આપવામાં આવી હતી..

લોકો ને ગીત ગાઇ પ્રસાદી લેવા આગ્રહ કરવામાં આવે છે

લીલી પરિક્રમાં કરવા આવેલ શ્રદ્ધાળુઓને ગ્રૂપના સભ્ય પરેશભાઈ સુખવાલા દ્વારા દુહા, છંદ, શાયરી, ગીત ગાઇ લોકોને પ્રસાદ લેવા માટે આગ્રહ કરાતો હતો. પરેશભાઈના આવા અલગ અંદાજ થી ત્યાંથી પસાર થતા લોકોને રમૂજ સાથે નવીનતાનો અહેઆસ થયો હતો.

5 દિવસની સેવામાં પચાસ હજાર જેટલા શ્રધ્ધાળુંએ લાભ લીધો

રમેશભાઈના સ્ટોલ ખાતે લીલી પરિક્રમા કરવા આવેલ દરરોજ 8 થી 10 હજાર શ્રધ્ધાળુંએ મુલાકાત લીધી હતી અને ભરપેટ નાસ્તો કરાવ્યો હતો. ફૂલ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ ગાંઠિયા અને ગરમ મરચાં અને જલેબીના સ્વાદનો ચટકો હજારો શ્રદ્ધાળુઓ એ માણ્યો હતો.

90 થી વધુ સભ્યો આ ભગીરથ કાર્યમાં જોડાયા

રમેશભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી અહીં લીલી પરિક્રમા દરમ્યાન હજારો શ્રદ્ધાળુઓ ફ્રી નાસ્તો કરાવવામાં આવે છે. આ સેવાના ભગીરથ કાર્યમાં તેમના પરિવારના 8 વર્ષ થી 80 વર્ષ સુધીના 50 થી વધુ સભ્યો સહિત 90 થી સભ્યો હર્ષભેર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે.

ગ્રૂપના સભ્યો દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે

રમેશભાઈ રૈયાણી તેમજ તેમના ગ્રુપ દ્વારા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી માતાજીના મંદિરે દર વર્ષે આવતી ભાદરવી પૂનમે લાખો ભક્તો પગપાળા જતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને વડનગર પાસે આવેલ ખેરાલુ ચોકડી પાસે હાઇવે પર શ્રદ્ધાળુઓને 24 કલાક ખમણ, મરચા, ચા તેમજ બીજા પંડાલમાં 24 કલાક ગરમાગરમ ગિરનારી ખીચડી, કઢી , છાશ ભાવિકોને પ્રસાદી આપવામાં આવે છે. જેમાં 50 હજાર થી વધુ શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લે છે. આ સેવા કાર્ય રમેશભાઈ દ્વારા છેલ્લા 16 વર્ષથી 40 થી 50 સભ્યો દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો—અમદાવાદ : ‘જુઓ બોસ, હું મારા આનંદ માટે દોડું છું’, વાંચો અનિલ પંચાલ કોણ છે..?

Whatsapp share
facebook twitter