+

ગોંડલ ગીર ગૌ જતન સંસ્થાની સુવાસ આરબ અમીરાતથી લઈને અમેરીકા સુધી ફેલાઈ

આપણા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિની સાથે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત સાથે દેશની જનતાને આત્મનિર્ભર બનોનું આહવાન કરી રહ્યા છે. ત્યારે ગોંડલ ગીર ગૌ જતન સંસ્થાના ખેડૂત પુત્ર…

આપણા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિની સાથે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત સાથે દેશની જનતાને આત્મનિર્ભર બનોનું આહવાન કરી રહ્યા છે. ત્યારે ગોંડલ ગીર ગૌ જતન સંસ્થાના ખેડૂત પુત્ર રમેશભાઈ રૂપારેલીયા એ ગૌ આધારી આધારીત ખેતી અને ગીર ગૌ જતનથી ,લાખો કરોડોની કમાણી કરતા બન્યા છે.

ગીર ગૌ જતન સંસ્થા

ગીર ગૌ જતન સંસ્થા

આજની પેઢીને રૂપિયાવાળા થવા માટે અમેરિકા-કેનેડાના શોર્ટકટ સિવાય બીજા કોઈ વિચાર આવતા નથી. આજે આપણે એવા જ એક ખેડૂતની વાત કરીશું જેઓ એક સમયે ખાવા માટે ખૂબ મજૂરી કરતા આ વ્યક્તિ આજે શીખવે છે કે વતનમાં રહીને જ માલદાર બનવું હોય તો આમ બનાય. તો આવો ચાલો.જાણીએ….

ખેડૂત ગામડે રહી દુનિયાના 123 દેશોમાં બાદશાહીથી વેપાર કરે છે

રમેશભાઈ રૂપારેલીયા

રમેશભાઈ રૂપારેલીયા

આ ખેડૂત ગામડે રહી દુનિયાના 123 દેશોમાં બાદશાહીથી વેપાર કરે છે. આ ખેડૂતનું નામ રમેશભાઈ રૂપારેલીયા છે,તેઓ મૂળ કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના રહેવાસી છે. ગરીબાઈને કારણે તેમના પરિવારમાં કોઈ વધુ ભણી શક્યા નહીં, રમેશભાઈ પણ સાતમું પાસ કરી ખેતીકામમાં લાગી ગયા.સાથે તેઓ ગાયોની ગૌશાળા પણ ચલવતા.વર્ષ 2002 માં વરસાદ ઓછો થતા રૂપારેલીયા પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી. તેમના માથે દેવું થઈ ગયું હતું એટ્લે ઘરનું ગુજરાન ચલાવવા ગામની ગાયો ચરાવવાનું ચાલુ કર્યું.

રમેશભાઈ 2010 માં ગોંડલ આવ્યા,તેઓએ થોડોક સમય મજૂરીકામ કર્યું,સાથે સાથે નાના-મોટા ધંધા પણ કરતા હતા પણ ફાવટ આવતી નહોતી. છતાય તેમણે હિંમત હારી નહીં. ગોંડલમાં એક જૈન પરિવાર રહેતો હતો . તેમણે 16 એકર બિનઉપજાઉ જમીન હતી એટ્લે રમેશભાઈએ જૈન પરિવાર સાથે વાત કરી અને જમીન ભાડા પર વાવવા લીધી. એ સમયે રમેશભાઈ પાસે એક ગાય હતી તો શરૂઆતમાં પોતાની બુધ્ધિથી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી અમુક ઘરુપયોગી વસ્તુઓ બનાવી. તેમાથી થોડી આવક થઈ,બીજ ઉપજાઉ જમીનમાં કઈ ન ઉગ્યું તો રમેશભાઈએ ડુંગળી વાવી પરંતુ ગાયના છાણ સિવાય કઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નહીં.

ડુંગળીના મબલખ પાકથી થઈ 36 લાખની આવક

જૈવિક રીતે કરાયેલ ખેતીને કારણે ડુંગળીનો મબલખ પાક થયો. તે સમયે રમેશભાઇને 36 લાખની આવક થઈ હતી. આ વાત પહેલા આસપાસ અને પછી આખા સૌરાષ્ટ્રમાં સુવાસની જેમ ફેલાઈ.પછી તો રમેશભાઈની ખેતી કરવાની અનોખી પદ્ધતિને પોતાના માધ્યમોમાં જોરશોરથી પ્રસારિત કરી.રમેશભાઈ સમગ્ર ભારતમાં ખેડૂતોના સેલિબ્રિટિ બની ગયા.

રમેશભાઈએ 36 લાખમાંથી જમીન અને ગાયો ખરીદી હતી,પછી તો રમેશભાઇનો પરિવાર પણ ખેતીમાં જોડાયો.રમેશભાઈ ખેતીવાડી,ગાય આધારિત ડેરી પ્રોડક્ટ,પશુ પાલન,અને છાણ મૂત્રમાંથી બનતી વસ્તુઓના સથવારે આજે રમેશભાઈ 7.20 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. રમેશભાઈ જોડે અત્યારે અલગ અલગ નસલોની 200 થી વધારે ગાયો છે.

હવે ડેરી પ્રોડક્ટ,પશુ પાલન,અને છાણ મૂત્રમાંથી બનતી વસ્તુઓના સથવારે 7.20 કરોડ રૂપિયાનું ટર્નઓવર

ગોંડલથી સાત કિલોમીટર દૂર ગોંડલના વોરા કોટડા રોડ પર ગોંડલી નદીના કાંઠે રમેશભાઈ રૂપારેલીયા નામના ખેડૂત ગીર ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જ ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા નામની સંસ્થા ચલાવી રહ્યા છે. ગાયોના ગોબરથી લીપણ કરેલ વાસના મકાનો,કુટીર, સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયાની ગીર ગૌ જતન સંસ્થાની ગૌશાળામાં અનેક ગીર ગાયો છે. ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અહી વેદિક શાસ્ત્રોકત અને આયુર્વેદ પધ્ધતિ કરવામાં આવે છે. જેમને લઈને ગીર ગૌ જતન સંસ્થાની ગીર ગાયોના ઘી,દૂધ અને ગૌ આધારિત વસ્તુઓની પ્રોડ્કટએ આજે દેશમાં નહી પરંતું આરબ અમિરાતથી લઈને અમેરીકા સુધીના વિશ્ર્વના 123 જેટલા દેશોમાં ડંકો વગાડ્યો છે.

જે ગૌશાળાની મુલાકાતે આવતા લોકોના જણાવ્યા મુજબ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે.ગાયના દૂધ,ઘીમાંથી મનુષ્યને જીવન અને સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ વર્ણવેલ છે. ત્યારે  જે નવાઈ લાગશે કે ગીર ગાય જતન સંસ્થાની ગૌશાળામાં ઘી,દૂધ,છાશની સાથે ધૂપબતી,ચવનપ્રાશ,સાબુ,સેમ્પુ સહિતની ગાય આધારીત 250 જેટલી વસ્તુઓની સાથે 30 જેટલા ગાયના ઘીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આયુર્વેદ અને વેદ શાસ્ત્રોકત વિધિથી તૈયાર કરાય છે વસ્તુઓ 

ગાયના ઘીની જો વાત કરવામાં આવે તો ગીર ગૌ જતન સંસ્થામાં તૈયાર કરેલ આયુર્વેદ અને વેદ શાસ્ત્રોકત વિધિથી તૈયાર કરેલ જુદા જુદા પ્રકારના ઘી રૂપિયા 3500/-થી લઈને રૂપિયા 200000/- ના 1 કિલોના ભાવે વહેંચાઈ રહ્યું છે.તમને સાંભળીને જ નવાઈ લાગશે કે રૂપિયા 200000/-ના 1 કિલોનો ભાવે વહેંચાણ થતા આ ગાયના ઘીમાં તો આવી તે શુ ખાસીયત હશે કે જેમની માંગ આજે સાત સમંદર પાર વિદેશી ધરતી પર વધતી જોવા મળી રહી છે.

બે લાખ રૂપિયાનું કિલો વેચાય છે આ ખાસ ઘી 

ગીર ગૌ જતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ રૂપિયા 200000/-નું એક કિલોના ભાવનું ઘી ગીર ગાયો આપવામાં આવતા ખોરકમાં દેશી આયુર્વેદ જડીબૂટીઓ,અને રસરત્નાકર જેવા ગ્રંથોના માધ્યમથી તેમાં દર્શાવેલ આયુર્વેદ 34 પ્રકારની જડીબુટીઓ દ્વારા નિર્માણ કરવામાં આવે છે.આ સાથે જ તેમને ગૌ માતાના રોજીંદા હવનથી સિધ્ધ કરવામાં આવે છે.ત્યારે ભારતની ગીર ગાયના આ ઘી લેવા માટે આરબના શેખોથી લઈને અમેરીકા સુધીના લોકોની લાઈન લાગી છે.

ગીર ગૌ જતન સંસ્થા

ગીર ગૌ જતન સંસ્થા

ગોંડલ ગીર ગૌ જતન સંસ્થા તૈયાર કરેલ ઘીથી લઈને ગૌ આધારિત જુદીજુદી અનેક પ્રોડક્ટ લેવા માટે વિદેશી લોકો આતુર બન્યા છે.તો બીજી તરફ ગીર ગૌ જતન સંસ્થા દ્વારા બેરોજગારોને રોજગારી સાથે ગૌ આધારિત પ્રાકૃતિક મૂલ્ય વર્ધક ખેતી,તેમજ ગૌ આધારિત બાય પ્રોડક્ટથી અર્થ ઉત્પાદન સુધીની કામગીરી કરને કરોડોની કમાણી કરી રહી છે. સંસ્થા દ્વારા ગીર ગાયના પ્રશિક્ષણ વર્ગો પણ ચલાવવામાં આવી રહ્યા છે.

જેમાં વિશ્ર્વના અનેક દેશોના ગૌપ્રેમી લોકોએ પણ ગીર ગાયમાં રસ દાખવ્યો હોવાની વિગતો સામે આવી છે.ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલ એક સંશોધન મુજબ ગાયના દૂધમાં અનેક મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી તત્વો હોવાની સાથે સોનું હોવાનું સામે આવ્યું છે.જેમને લઈને ગીર ગૌ જતન સંસ્થાની સાથે આરબદેશના તેલના કૂવાના માલિકોને પણ ગીર ગાય અને ગૌ આધારિત પ્રોડક્ટના ધંધામાં ડોલરનું રોકાણ કરવાનો ચસ્કો લાગ્યો છે.

અહેવાલ – હરેશ ભાલિયા 

આ પણ વાંચો — Godhra school accident: ફરી એકવાર રાજ્યમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો શાળા સંચાલકોએ

Tags : ,Gondal Gir Gou Jatan Institute,Arab Emirates,America,Narendrabhai Modi,Gondal Gir Gou,Jatan Institute
Whatsapp share
facebook twitter