+

Surat : અલગ-અલગ ફ્લેવરની ઘારી આરોગવા સુરતીલાલાઓ તૈયાર

અહેવાલ—આનંદ પટણી, સુરત  સુરતીઓ દુનિયાભરમાં ખાન પાન માટે જાણીતા છે તેવામાં સુરતની ઘારીની દેશ વિદેશમાં માંગ છે. આગામી દિવસમાં ચંદી પડવો છે તેવામાં સુરતના એક મીઠાઈ વિક્રેતાને ત્યાં બનાવાયેલી અલગ…

અહેવાલ—આનંદ પટણી, સુરત 

સુરતીઓ દુનિયાભરમાં ખાન પાન માટે જાણીતા છે તેવામાં સુરતની ઘારીની દેશ વિદેશમાં માંગ છે. આગામી દિવસમાં ચંદી પડવો છે તેવામાં સુરતના એક મીઠાઈ વિક્રેતાને ત્યાં બનાવાયેલી અલગ અલગ ફ્લેવરની ધારીને જોઇને તમારા મોમાં પાણી ચોક્કસ આવી જશે. જોકે કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે ઘારીની માંગ વધી છે.

ઘારીની વધતી માગ

સુરત અને એમાં પણ સુરતીઓઓ દેશમાં પોતાનું અનેરું નામ કર્યું છે. ખાવા પીવાની વાત હોય કે કોઈ પણ તહેવાર હોય તેઓ અનોખી રીતે ઉજવતા હોય છે. આગામી દિવસોમાં સુરતના લોકો ચંદી પડવો ઉજવશે. આ દિવસે સુરતીઓ અંદાજીત 30 કરોડની ઘારી સાથે ભુસુ આરોગતા હોય છે. જોકે કોરોનાના કારણે લઈને છેલ્લા બે વર્ષથી લોકોએ તહેવારની ઉજવણી કરી નથી પણ આ વર્ષે ઘારી માં 40થી 60 રૂપિયાનો વધારો થયો હોવા છતાં પણ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરતા દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. બચપન કા પ્યાર નામની મીઠાઇ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને મીઠાઈવાળાને ત્યાં વિદેશમાંથી પણ એટલી જ માંગ છે સાથે સાથે ઓનલાઇન ઓર્ડર પણ આવી રહ્યા છે

માવા ઘારી -800

બદામ પીસ્તા ઘારી -860

કેસર બદામ ઘારી – 900

સ્ટ્રોબેરી નટ્સ ઘારી- 860

અંજીર અખરોટ ઘારી-860

કાજુ મેંગો ઘારી- 860

સ્પે ક્રિષ્ણા કસ્તુરી ઘારી- 1000

ક્રીમ એન્ડ કુકિસ ઘારી- 860

કલકતી પણ મસાલા ઘારી- 860

સ્વીટ ચોકલેટ ઘારી- 860

ઓરેંજ બુખારી નટ્સ ઘારી -860

ડ્રાયફ્રુટ ઘારી-1200

સ્પે કેસર બદામ પીસ્તા ઘારી-સુગર ફ્રી 1200

બચપન કા પ્યાર- 860

જોકે આ વખતે ગોલ્ડન ઘારી 9000 રૂપિયે બજારમાં મળી રહી છે.

અલગ ફ્લેવર

જોકે પહેલા માત્ર 3 ફ્લેવરમાં ઘારી મળતી હતી પણ હવે લોકોની માગ અને સુરતમાં રહેતા અનેક પ્રાંતના લોકોને ધ્યાનમાં રાખી અલગ અલગ ફ્લેવર બનાવાઇ છે. જોકે મોંઘવારીનો માર આ વર્ષે ઘારી પર દેખાય છે કારણ કે ગત વર્ષ કરતા આ વર્ષે ઘારી પર 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો એ વધારો જોવા મળ્યો છે. ઘારી 700 રૂપિયા થી શરૂ થઈને 1100 રૂપિયા સુધીની કિલો હાલમાં મળી રહી છે જો કે સુગરફ્રી ઘારીની પણ એટલી જ માગ છે. આ તહેવારને લઈને સુરતના લોકો કરોડોની ઘારી આરોગશે.

સુરતી ઘારી સાથે ભુસુ પણ આરોગતા હોય છે

સુરતી ઘારી સાથે ભુસુ પણ આરોગતા હોય છે. અંદાજિત 30 કરોડનો આ વેપાર છે એમ કહી શકાય. જોકે આજના દિવસે ભુસા સાથે સુરતી પેટિશ પણ આરોગતા હોય છે. મીઠાઈ વિક્રેતાએ બચપન કા પ્યાર નામની મીઠાઈ ખાસ બાળકો માટે તૈયાર કરી છે.

ઘારી ઓર્ડર મુજબ બનાવામાં આવે છે

જોકે આ મીઠાઈના ફલેવર બાળકથી લઈને મોટા સુધી બધાને પસંદ આવી રહી છે તેને લઈને આ ફ્લેવર એ ધૂમ મચાવી છે.ચોકલેટ અને સુગર ફ્રી ઘારીની હાલ માંગ સૌથી વધુ છે. સુવર્ણ ઘારી સૌથી વધુ ઇમ્યુનીટી વધારવા માટે જાણીતી છે ત્યારે આ મીઠાઈની દુકાન ના માલિકનો પ્રયાગ લોકો વધાવી રહ્યા છે. આ ઘારી ઓર્ડર મુજબ બનાવામાં આવે છે અને તેની પણ ધીરે ધીરે માંગ વધી રહી છે.

Whatsapp share
facebook twitter