વિદેશીઓમાં પણ સુરતની કેરીનો ક્રેઝ વધ્યો છે, સુરતની સરદાર માર્કેટ દ્વારા આ વર્ષે 1 હજાર ટન જેટલી હાફુસ, કેસર કેરીનો સ્વાદ વિદેશીઓ માણશે. ખેડૂતોને વરસાદ ખેંચાતા અને વરસાદનું મોડું આગમન થતાં એપી એમ સીએ મદદરૂપ થવા પ્રયાસ કર્યો છે. દક્ષિણ ગુજરાતના અને રત્નાગીરીના ખેડૂતો પાસેથી એપી એમ સી દ્વારા કેરીની ખરીદી કરી તેમાંથી મેગો પલ્પ બનાવી વિવિધ દેશોમાં એક્સપોર્ટ કરાયો છે. એપીએમસી મારફતે તૈયાર થયેલ કેરીના પલ્પનો સ્વાદ હવે માત્ર સુરતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ ચાખવા મળશે.
દુબઇ,અમેરિકા અને રશિયા સહિતના દેશોના લોકોને દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ મળી રહે વિદેશમાં રહીને પણ લોકો પોતાના દેશનો સ્વાદ માણી શકે એ માટે સ્વાદિષ્ટ અને પોષ્ટીક રસ બનાવી એક્સપોર્ટ કરાયા છે. આ અંગે એપીએમસી ચેરમેન સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત એપીએમસી સુરત શહેર સહિત અન્ય જિલ્લાઓના હજારો લાખો લોકોને રોજગારી આપે છે. સુરતની એપી એમ સી વર્ષે કુલ 2600 કરોડનું ટન ઓવર ધરાવે છે. અલગ અલગ રાજયોમાંથી ખેડૂતો શાકભાજીનું વેચાણ કરવા અર્થે એપી એમ સી આવે છે અને સુરત શહેરની 70 લાખથી વધુની વસ્તીને દ૨૨ોજ તાજુ શાકભાજી પુરું પાડે છે. બીજી બાજુ અન્ય રાજયની મોટા ભાગ ની સ્થિતિ ખરાબ છે. ત્યારે સુરત એપીએમસી દ્વારા દર વર્ષે મેંગો પલ્પ માટે નવું અને લોકોને રોજગારી મળી રહે એવું આયોજન કરવામાં આવે છે. શાકભાજીનું મોટા પાયે વેચાણ તેમજ શાકભાજીના કચરામાંથી બાયોગેસ તેમજ ઓર્ગેનિક લીક્વીડ ખાતર બનાવીને એપી એમ સી ખેડૂતોને મદદરૂપ થાય છે.
રશિયા, કોરિયા,જાપાન, અમેરિકા, જર્મનીમાં પલ્પ ની નિકાસ કરવા માટે આયોજન કરાયું છે.આ વર્ષે સુરત એપીએમસી દ્વારા આશરે 800 થી 1000 ટન કેસર તથા હાફૂસ કેરીની ખરીદી કરવામાં આવી હતી. આ કેરીના પલ્પનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલ એપી એમ સીની સ્થાનિક સહકારી મોટી ડેરીઓ સહિત વિદેશોમાં નિકાસ કરાઈ રહી છે. અને હવે દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ વિદેશીઓ પણ માણી શકશે. એપી એમ સી દ્વારા ઓછો નફો લઈ નજીવા ભાવે વેચાણ કરીને દર વર્ષે વિવિધ પ્રોજેકટો દ્વારા આવક ઊભી કરાઇ રહી છે.જ્યારે એ આવક નો ફરી થી ખેડૂતો પાછળ એજ ખર્ચ કરવામાં આવે છે.
આ પણ વાંચો – GUJARATFIRST@US : ‘દુનિયાના કોઇ દેશ પાસે આવા વડાપ્રધાન નથી’, PM મોદી પર અમેરિકામાં વસતા ભારતીયો આફ્રિન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
અહેવાલ – રાબિયા સાલેહ