સુરત: સમગ્ર ભારતમાં યુપીએસસીની (Surat UPSC) ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ બે યુવા દ્વારા આ સિદ્ધિ મેળવીને ડાયમંડ સીટીને સન્માન અપાવ્યું છે. ત્યારે આ બન્ને તેજસ્વી તારલા પણ હવે (Surat UPSC) ક્લાસ વન ઓફિસર બનીને દેશની સેવા કરશે, તો શું તમે જાણો છો સુરતના ભાવી ઓફિસરોને? Surat UPSC
43મો રેન્ક મેળવનાર અંજલી
સુરતના બે યુપીએસસીના ઉમેદવાર પૈકી એક તો મહિલા છે, ત્યારે આની સાથે આ મહિલા ઉમેદવારે ગુજરાતની અન્ય ચાર મહિલા ઉમેદવાર સહિત પ્રથમ વખત પાંચ મહિલા ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે. સુરતની અંજલી ઠાકુર ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પાંડેસરામાં ભાડાના મકાનમાં રહીને પણ આ બીજી વખત સારા રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે. 43મો રેન્ક મેળવનાર અંજલી જણાવે છે કે તેણે આઇએએસ બનવું છે જો કે પહેલા પરીક્ષા પાસ કરી ત્યારે સારો રેન્ક ન હોવાથી જોબ સાથે ફરી પરીક્ષા આપી. તેના પિતા અજયભાઈ એલઆઇસી એજન્ટ છે.
હમેશાં મહેનત કરતા રહેવું
બીજી તરફ એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરતા જગદીશભાઇના દીકરા જૈનિલ દેસાઈએ પણ પરીક્ષા પાસ કરી છે. જૈનિલનો આ ત્રીજો પ્રયાસ હતો જેમાં તેણે 490મો રેન્ક મેળવ્યો છે. જૈનિલ જણાવે છે કે તેના પરિવારે તેને ઘણો સપોર્ટ કર્યો અને માણસે ક્યારે નિષ્ફળતાથી હારવું નહી ને હમેશાં મહેનત કરતા રહેવું જોઈએ.
ગુજરાતમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારના નામ અને તેમનો રેન્ક
વિષ્ણુ શશિ કુમાર 31
ઠાકુર અંજલિ અજય 43
અતુલ ત્યાગી 62
પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ 139
રમેશચંદ્ર વર્માં 150
પટેલ અનિકેત કમલેશભાઈ 183
ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362
પટેલ હર્ષ રાજેશ કુમાર 392
ચંદ્રેશ શાંકલા 432
કરણકુમાર પન્ના 486
પટોળિયા રાજ 488
દેસાઈ જૈનિલ 490
કંચન માનસિંહ ગોહિલ 506
સ્મિત નવનીત પટેલ 562
અમરાની આદિત્ય સંજય 702
દીપ રાજેશ પટેલ 776
નીતિશ કુમાર 797
ઘાંચી ગઝાલા 825
અક્ષય દિલીપ લંબે 908
કિશન કુમાર જાદવ 923
પાર્થ યોગેશ ચાવડા 932
પારગી કેયૂર દિનેશભાઈ 936
મીણા માનસી આર. 946
ભોજ કેયૂર મહેશભાઈ 1005
ચાવડા આકાશ 1007