+

ભારતમાં ગેરકાયદેસર ઘૂંસણખોરી કરતા 6 બાંગ્લાદેશી સહિત 1 એજન્ટની સુરત SOG અને PCB પોલીસે કરી ધરપકડ

અહેવાલ – આનંદ પટણી બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશની મહિલા અને પુરુષને સુરત SOG અને PCB પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ તમામ પાસેથી…

અહેવાલ – આનંદ પટણી

બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશની મહિલા અને પુરુષને સુરત SOG અને PCB પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ તમામ પાસેથી બનાવટી ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે. ભારતમાં આ ઇસમોને ઘુષણખોરી કરાવનાર મુખ્ય એજન્ટને પણ પકડવામાં આવ્યા છે. આમ પોલીસે કુલ 6 બાંગ્લાદેશી સહિત 7 ઈસમોની ધરપકડ કરી છે.

સુરત શહેર PCBના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા અને SOG પોલીસ ઇન્સ્પેકટર એ.પી. ચૌધરી દ્વારા ગેરકાયદેસર રીતે સુરત શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલ્સનની મદદથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અને PCBની ટીમે સુરતના પલસાણા અને ઉધના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘસેલા અને સુરતમાં રહેતા 3 પુરુષ અને 3 મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી બોગસ આધાર સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી ભારતમાં ઘુષણખોરી કરાવનાર મુખ્ય એજન્ટની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં રહેતા અને આ બાંગ્લાદેશીઓને ગેરફાયદે રીતે ડોક્યુમેન્ટ બનાવી આપનારા ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા જે 7 ઇસમોને પકડવામાં આવ્યા છે. તેમાં પલસાણાની આરાધના સોસાયટીમાંથી તરીકુલ મંડલ, બોબી તરિકુલ મંડલ, માફિઝુરરહેમાન મિયા, સુમોના શેખની ધરપકડ કરવાની આવી છે. ઉપરાંત ઉધનના દાગીના નગરમાં ચોકસી એપાર્ટમેન્ટમાંથી મોહંમદ ફઝરબ્બી અને શરીફાખાતુનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ સુરત આવ્યા હતા અને આ તમામને સુરત લાવવામાં મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા રાજ નામના ઇસમે નિભાવી હતી. રાજ પણ ઉધનાનો રહેવાથી હતો. તેથી SOGની ટીમ દ્વારા બાતમીના આધારે ઈબ્રાહીમ ઉર્ફે રાજ શેખની પણ ધરપકડ ચોકસી એપારમેન્ટ દાગીનાનગર ઉધના ખાતેથી કરવામાં આવી છે.

મુખ્ય આરોપી ઈબ્રાહીમ ઉર્ફે રાજની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે તે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. આ રાજ પણ મૂળ બાંગ્લાદેશના પેરોલી ગામનો વતની હતો. જેથી તે પોતાના ગામની આસપાસની આર્થિક રીતે નબળા વર્ગની પરિવારની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લા દેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હતો. સૌપ્રથમ આઈબ્રાહીમ બાંગ્લાદેશીઓને સતખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવતો હતો. ત્યારબાદ કલકત્તા થી ટ્રેન તેમજ પ્લેન મારફતે સુરત શહેર અને જિલ્લામાં બે વ્યાપારના ધંધા સાથે જોડાયેલા ઈસમોનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ આ મહિલાઓ પાસે જ દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો અને ત્યારબાદ મહિલાઓ પાસેથી થતી આવકમાંથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો.

તો બીજી તરફ આ બાંગ્લાદેશી લોકો પકડાઈ ન જાય એટલા માટે અમદાવાદના નોબલનગરમાં રહેતા શાહિદખાન મુસ્તફા ખાન પાસે ત્યાં તમામ લોકોને ખોટા ભારતીય ઓળખા અંગેના પુરાવાઓ બનાવતો હતો. તો ઈબ્રાહીમ ઉર્ફે રાજ નામનો મુખ્ય આરોપી બાંગ્લાદેશી લોકોને બોર્ડર ક્રોસ કરાવવાના વ્યક્તિદીઠ 90 હજાર રૂપિયા લેતો હતો. તો બીજી તરફ બાંગ્લાદેશીઓને ખોટા આધારકાર્ડ સહિતના અન્ય ભારતીય ડોક્યુમેન્ટ પુરાવા બનાવી આપનાર શાહિદખાનને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

તમામ મિત્રો પાસેથી પોલીસ દ્વારા 5 મોબાઇલ, ભારતીય પીવીસી 8 આધાર કાર્ડ, ભારતના 3 પાનકાર્ડ, 1 બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, 2 બાંગ્લાદેશની નેશનલ ID કાર્ડની લેમિનેશન કોપી, 3 બાંગ્લાદેશી જન્મ દાખલાની કલર ઝેરોક્ષ, ભારતીય જન્મ દાખલાની 1 કોપી, બાંગ્લા બેંકનું એક ATM કાર્ડ, બાંગ્લાદેશનું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટની 1 કોપી, બાંગ્લાદેશની સ્કૂલનો બોર્ડ ઓફ એડમિટ કાર્ડની લેમિનેશનની 1 કોપી અને બાંગ્લાદેશી નિકાહના માની 1 કલર ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Surat : આર્ટિસ્ટ દ્વારા કિંગ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ  તૈયાર કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter