+

SURAT : જાણો સુરતના આ અનોખા સખી મંડળ વિશે, જેના વખાણ વિદેશ સુધી થઈ રહ્યા છે

અહેવાલ – રાબિયા સાલેહ સુરતને દાતાઓની નગરી તરીકે પણ ઓળખવમાં આવે છે. કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતીઓ કાયમ અગ્રેસર રહે છે. એમાં પણ મહિલાઓનું એક મંડળ અત્યારે…
અહેવાલ – રાબિયા સાલેહ
સુરતને દાતાઓની નગરી તરીકે પણ ઓળખવમાં આવે છે. કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતીઓ કાયમ અગ્રેસર રહે છે. એમાં પણ મહિલાઓનું એક મંડળ અત્યારે વિદેશ સુધી વખણાય રહ્યું છે. પોતાનું પાછલા જન્મોનું લેણું ચૂકવી ઋણમુક્ત થનારું મંડળ એટલે અડાજણનું અનાવિલ સહિયર-સખી મંડળ,જેઓ દ્વારા તેમના સ્થાપન બાદ અત્યાર સુધીના કુલ નવ વર્ષમાં લગ્ન પ્રસંગોમાં ગીતો-ફટાણાં ગાઈ તેમને મળતું મહેનતાણું કુલ નવ વર્ષનું અંદાજિત રૂપિયા 46 લાખ ને જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવ્યા છે. તે પણ જમણા હાથે આપો તો ડાબા હાથને ન ખબર પડે.
જો ખરા અર્થમાં દાન કરવું હોય તો સંગીતકાર મહિલાઓથી શીખવું જોઈએ તમારે લોક સેવા જ કરવી હોય તો તમને ઘણાં અવસર મળી શકે છે. સુરતના અડાજણ વિસ્તારનું અનાવિલ સહિયર-સખી મંડળ આવા અવસરોને લોકોની સેવા પાછળ ખર્ચ કરે છે.
અનાવિલ સહિયર-સખી મંડળમાં કુલ 500 જેટલા લોકો છે, જેમાંથી આ મંડળ સાથે જોડાયેલી 30 થી વધુ  મહિલાઓ સંગીતકાર છે. જેઓ એ  છેલ્લા નવ વર્ષમાં 450 જેટલા વિવાહ પ્રસંગોમાં લગ્નગીત ગાયાં છે. આ પ્રસંગમાં તેઓના પેટ ભળ વખાણ પણ કરવામાં આવે છે, કારણ કે પ્રસંગમાં મળેલું મહેનતાણું તેઓ દ્વારા પોતાના ઘરે લઈ જવાની જગ્યાએ જે લોકોના ઘરમાં તકલીફ હોયને ત્યાં તકલીફ દૂર કરી  તેમનું ભરણપોષણ પૂરું પાડવામાં આવે છે. સતત નવ વર્ષ થી આ ગ્રુપ કાર્યરત છે, આ મંડળને અત્યાર સુધીમાં કુલ 46 લાખ રૂપિયાથી વધારેની બક્ષિસ મળી છે, જે તેઓએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. જ્યાં સામાજિક કે ખાનગી સંસ્થા ઓ પણ ન જઈ શકે એવા ગામોમાં આ બહેનો અનાજથી લઈને કપડાં સુધીની તમામ ઘરવખરી આપી તેમના આશીર્વાદ લે છે.
આ મંડળની લોકપ્રિયતા એટલી બધી છે કે, તેઓ સુરત અમદાવાદ ગાંધીનગર મુંબઈ મહારાષ્ટ્ર તમામ સ્થળોએ જઈ આવ્યા છે અને હવે વિદેશમાં પણ તેમના ગીતોની ડિમાન્ડ થઈ રહી છે.  જેથી આ મંડળનું લોકોએ બુકિંગ એક વર્ષ પહેલાં કરાવી લેવું પડે છે. હાલ પણ માર્ચ સુધી તેમને ગીત ગાવાના ઓર્ડર મળ્યા  છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંડળની 24 બહેનોમાંથી 21 હાઉસવાઈફ છે. તો ત્રણ જોબ -કરી પોતાના પરિવારને મદદરૂપ થાય છે. એટલુજ નહિ હાઉસ વાઇફ મહિલા હોય કે નોકરી કરતી તમામ તેમના પરિવાર માટે બન્ને ટાઈમની રસોઇ કરીને ઘરની બહાર પોતાનો ફરજ નિભાવવા નીકળે છે.ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં તેઓ આંખા દિવસનું પોતાનું યોગદાન આપે છે. સાથે જ જો તેઓએ ને કોઈકના ઘરે ગીત ગાવા પછી તેમની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાઈ આવે તો તેમના તરફથી ચૂકવાયેલો ચાર્જ મહિલાઓનું ગ્રુપ કન્યાદાન રૂપે અથવા ચાંદલારૂપે આશીર્વાદની જેમ એ પરિવારને પરત આપે છે.
અડાજણના અનાવિલ સહિયર-સખી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણીને લોકો તેમને લગ્નગીત ગાવાના 11 હજારથી લઈને એક લાખ સુધીની બક્ષિસ આપે છે.જે બાદ તેઓ દ્વારા દેવામાં ડૂબેલા લોકો ને બેઠાં કરવા તેમને જીવન જીવવા ની એક નવી તક આપવા મદદરૂપ થાય છે તેમજ તેઓ દ્વારા જરૂરિયાતમંદોને આખા વર્ષનું અનાજ ભરાવી તેમના બાળકો ને સ્વસ્થ્ય રહેવાનો આશીર્વાદ આપે છે એટલુજ નહિ નાણાંના વાંકે કોઈની અટકેલી સારવાર તેઓ અર્ડી રાતે પૂરી પાડે છે.આર્થિક તકલીફવાળા વાલીઓનાં બાળકોના ભણતરનો તમામ ખર્ચ તેઓ ઉપાડી રહ્યા છે.
આ મંડળની સ્થાપક વિભૂતિ દેસાઈ કહે છે કે, જીવનમાં ઘણો સંગર્ષ કર્યો છે.દુઃખ વેઠ્યું છે જેથી  વિચાર આવ્યો કે લોકોના મુખ પર આનંદ લવ્યે લગ્નને યાદગાર બનાવીએ પરંપરાને યથાવત રાખવા લગ્નગીતો ગાઈ તેનાથી જે પણ આવક થાય તે જરૂરિયાદમંદ લોકોને મદદ કરીએ વધુમાં મંડળના સ્થાપક વિભુ બેન દેસાઈ એ કહ્યું હતું કે, 2014 ઓગસ્ટથી આ મંડળ શરૂ થયું છે અને મંડળનું નામ છે.
અડાજણ અને સહિયર અને સખા મંડળ જેમાં પરિવારના અન્ય સભ્યનું પણ ગ્રુપમાં જોડાણ છે અને તેથી તેમના સહયોગથી  લગ્ન ગીત ગાયને જે પણ કંઈ આ ચાર્જ અમે વસૂલ કરીએ છીએ એ ટોટલ દાન કરીએ છીએ ,એ સિવાય પણ બીજી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં મહત્વની પ્રવૃત્તિ છે લગ્નમાં ગીત ગાય લોકોની મદદરૂપ થવું, અને 60 ભાઈઓ અને 400 જેટલી મહિલાઓ છે અને કિડ્સ બાળકો 45 છે હવે આ બધામાં મેઈન પ્રવૃત્તિ લગ્ન ગીતની છે.
પેલી બધી પ્રવૃત્તિમાં 200 વાર્ષિક ફી હોય છે, અને તેમાંથી  દર મહિને વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ સ્પર્ધાઓ જોઈએ છે 12 મહિનાની બાર સ્પર્ધાયો હોય છે. આજે સ્પેશ્યલમાં અમારા જનોઈના ગીત છે દરેક પ્રસંગના ગીતો અમે ગાઈએ અને આજના પ્રસંગમાં જનોઈના ગીતમાં અમારો ચાર્જ સામાન્ય છે. અમારો ચાર્જ સાડા સાત હજાર થાય છે, એ સાડા સાત હજાર ચાર્જમાં અમે દોઢ હજાર ટોલી નાખીએ છીએ દોઢ હજાર સાઉન્ડ સિસ્ટમ વાળાને આપીએ છીએ એટલે અમારા હાથમાં જે બાકી રહે છે તેનો સંપૂર્ણ અમે ચેરીટી કરીએ છીએ અને ચેરિટીમાં અમે સમાજના જરૂરિયાત મંદને આખા વર્ષનું અનાજ ભરાવી આપીએ છીએ.
વિધવા બહેનોને એની જરૂરિયાત પ્રમાણે કેશ આપીને એને મદદ કરીએ છીએ કોઈકને વધારે જરૂર હોય વધારે આપીએ છીએ કોઈને ઓછી જરૂર હોય ઓછી આપી છે શાળામાં ભણતા બાળકો હોય કે કોલેજમાં ભણતા યુવક યુવતી હોય તો એમના વાલી ફી ન ભરી શકતા હોય તો તેમાં બાળકોને કહ્યું છે અને બહારથી અમને ખબર પડે કે એમની આર્થિક સ્થિતિ નબળી છે તો તેમના તરફથી ચૂકવાયેલો ચાર્જ પાછો એમને કન્યાદાન રૂપે અથવા ઝાલા રૂપે પરત કરીએ છીએ.
Whatsapp share
facebook twitter