+

સુરત : તાલુકા કક્ષાએ યોજાયો ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023

અહેવાલ – રાબિયા સાલેહ સુરત જિલ્લાના મહુવા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ સમજાવવા તાલુકા કક્ષાએ કૃષિ મેળાને ખુલ્લો મુકાયો હતો. ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. ધારાસભ્ય મોહનભાઇ…

અહેવાલ – રાબિયા સાલેહ

સુરત જિલ્લાના મહુવા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ સમજાવવા તાલુકા કક્ષાએ કૃષિ મેળાને ખુલ્લો મુકાયો હતો. ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા દ્વારા મેળામાં પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરાયો, સાથે જ રાજયના ખેતી નિયામક એસ.જે. સોલંકી દ્વારા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરાઇ.

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 કૃષિ મેળામાં સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી, સુરતના મહુવા તાલુકામાં યુનો દ્વારા વર્ષ-2023 ની ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. મેળા થકી મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લામાં પ્રથમ મહુવા તાલુકા મથકે તાલુકાકક્ષાનો ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તેમજ કૃષિ મેળો યોજાયો હતો. મહુવા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન માટે પણ અનુરોધ કરાયો હતો. કૃષિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરી જોવા મળી હતી. ખેડૂતો સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી જેવા ધાન્યો અનેક પોષક તત્વોથી ભરપૂર અને શક્તિદાયક પ્રધાથ છે, જે ખાસ પ્રકારથી પાચનમાં મદદરૂપ થાય છે. એટલુંજ નહિ મિલેટ્સના નિયમિત ભોજનથી રોગો થી મુક્તિ મળે છે જેમ કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર રોગ નું જોખમ આ પ્રદાથો થકી ઘટી જાય છે. જેથી મિલેટ્સ પાકોના વાવેતરની સાથે પૌષ્ટિક તત્વોથી ભરપુર એવા પાકોનું સેવન ખૂબજ જરૂરી છે. પારિવારિક ઝગડાઓનો ત્યાગ કરી ડ્રીપ ઇરિગેશન યોજના અપનાવીને ૨૪ કલાક વીજળીનો લાભ લેવા પણ તેમણે જણાવ્યું હતું.

આ કૃષિ મેળામાં માં ઉપસ્થિત રાજયના ખેતી નિયામક એસ.જે. સોલંકીએ ખેડૂતો ને ખેતી અંગે કેટલાક ઉપયોગી બને એવા કામ કરવા અંગે માહિતગાર કર્યા હતા , શેરડી અને ડાંગર જેવા પાકોમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગ ના કારણે જમીનની ફળદ્રુપતા ધટી છે , જેથી ખેડૂતોએ પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવી, જેનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે અને તે બાદ તેટલી જ જમીનની ફળદ્રુપતા વધશે. શેરડીના પાકોમાં આંતરપાકો લઈને પુરક આવક મેળવવાની હિમાયત તેમણે કરી હતી. એટલુંજ નહિ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઉજવણી અંતર્ગત ખેડુતોને ‘અન્ન’ પાકોનુ વાવેતર કરવાનુ આહ્રવાન તેમણે કર્યુ હતું.

સદીઓથી મિલેટ પાક આહારનો અભિન્ન ભાગ રહ્યો છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને દૈનિક આહારમાં સ્થાન આપવામાં પણ વધારો જોવા મળ્યો છે.

મોટાપા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિવારવામાં જુવાર ઉપયોગી છે. જુવારનો પાક કોઈપણ જમીનમાં કોઈ પણ પરિસ્થિતિમાં થતો પાક એક પાક છે. ડાંગરના ચારામાં બે ટકા પોષક તત્વોની સામે જુવારના ચારામાં આઠ ટકા પોષકતત્વો રહેલા છે. જેથી પશુઓની તંદુરસ્તીની સાથે દુધની ક્ષમતામાં વધારો થાય છે. જુવારની સુધારેલી જાતોનું વાવેતર કરીને વધુ આવક પણ મેળવી શકાય છે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ, ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર, રીટાબેન પટેલ, સંગીતાબેન આહિર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, અગ્રણી હિતેન્દભાઈ પટેલ, સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter