+

Surat: પ્રમોદ ગુપ્તાના અપહરણ અને ખંડણી મામલે કોર્પોરેટર અમિત રાજપૂતે ગુજરાત ફર્સ્ટને આપ્યો ખુલાસો

Surat: સુરત (Surat)ના ઘોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અને હાલના કોર્પોરેટર (Corporator) દ્વારા ઓફિસે જઈ અપહરણ કર્યા બાદ 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ…

Surat: સુરત (Surat)ના ઘોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અને હાલના કોર્પોરેટર (Corporator) દ્વારા ઓફિસે જઈ અપહરણ કર્યા બાદ 68 લાખના ચેક લખાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ બિલ્ડર પાસેથી કોર્પોરેટર દ્વારા ફોર વ્હીલ કાર પણ કબ્જે લેવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા. અત્યારે સુરત (Surat) શહેરના ગોડાદરાના કોર્પોરેટર અને ભૂતપૂર્વ શાસક પક્ષ નેતા દ્વારા પ્રમોદ ગુપ્તા નામના યુવકને અપહરણ કરી તેની પાસેથી લાખો રૂપિયાના ચેક લઈ મિલકત પચાવી પાડવાના મામલે અમિત રાજપુત (Corporator Amit Rajput)એ ગુજરાત ફર્સ્ટને ખુલાસો આપ્યો છે.

વિવાદમાં અમિત રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી

આ બાબતે ખુલાસો આપતા કહ્યું કે, બેથી અઢી વર્ષ પહેલા અમારા અન્ય વોર્ડના સાથી કોર્પોરેટરના પતિ બબલુ રાજપુત અમારી પાસે આવ્યા હતા. એક મિલકતને લઈને અમારી સાથે ચર્ચા થઈ હતી ત્યારે તે મિલકતની ખરાઈ કરવા માટે આ મિલકત કોની છે તે અનુસંધાને પ્રમોદ ગુપ્તાને અમે અમારી ઓફિસે બોલાવ્યો હતો. તમામ પુરાવાઓ ચેક કર્યા બાદ અમે પ્રમોદ ગુપ્તાને આરટીજીએસ મારફતે 33 લાખ જેટલી રકમ આપી હતી જેના પુરાવા અમારી પાસે છે, પરંતુ ત્યારબાદ અમને એવી ખબર પડી કે આ પ્રોજેક્ટ ના મૂળ માલિક અન્ય કોઈ છે અને મને દુકાન પણ માર્કેટ ભાવ કરતા ઊંચી કિંમતે આપી છે. તેથી મેં મારા પૈસા પરત માંગ્યા હતા. પરંતુ છેલ્લા દોઢથી બે વર્ષ દરમિયાન અમને કોઈ પૈસા આપ્યા નથી જેના કારણે મેં જે મિલકત રાધા માધવ માર્કેટમાં લીધેલ હતી તે મિલકત જોવા હું પહોંચ્યો હતો.

વિવાદ મામલે કોર્પોરેટરે કર્યો મોટો ખુલાસો

વધુમાં કહ્યું કે, ‘ત્યારે મારી સાથે મારા જ વોર્ડના કોર્પોરેટર (Corporator)ના પતિ પણ હાજર હતા. તેમણે કહ્યું કે અહીંયા પ્રમોદ ગુપ્તા નામના ભાઈની ઓફિસ છે જેમની પાસેથી મારે પૈસા લેવાનાં છે. તો ભાઈ તમે એમને કહી દોને કે મારા પૈસા આપી દેય જેથી મેં મથુર બલદાણીયા સાથે પ્રમોદ ભાઈની ઓફિસે ગયેલ અને તે ત્યાં હાજર મળી આવતા મેં તેમને કહેલ કે ભાઈ તમેં મારા અને અને આ ભાઈ નો હિસાબ પતાવી દો. તો તેમને કહેલ કે હા ભાઈ હું પતાવી દઈશ. જેથી મથુર બલદાણીયા મારી સાથે ગયેલ મિત્રો અને પ્રમોદ ગુપ્તા મારી જ ગાડીમાં બેસીને મારી ઓફિસ તરફ આવ્યા હતા. મારી ઓફિસ આવતા મેં નીચે ઉતરી ગયેલ અને ત્યાર બાદ ગાડીમાં હાજર અન્ય લોકો ત્યાંથી મને કઈ પણ કહ્યા વગર જતા રહ્યા હતા.’

ત્યાર બાદ મારા મિત્ર મથુર બદલાનીયા સાથે મેં વાત કરેલ ત્યારે તેમને એવું કહેલ કે મારી બાકી નીકળતી રકમના તેઓએ ચેક આપી દીધેલ છે અને અન્ય દુકાનનું દસ્તાવેજ કરી આપેલ છે જેથી મેં પ્રમોદ ગુપ્તા સાથે વાત કરેલ હતી તો પ્રમોદ ગુપ્તાએ મને એવું જણાવ્યું કે હું થોડાક દિવસમાં આવીને તમારો પણ હિસાબ પતાવી દઈશ.

વધુમાં તેમને એવું જણાવ્યું હતું કે, મીડિયાના મારફતે મને ખબર પડેલ હતી કે આ રીતનો બનાવ છે, પરંતુ મેં ક્યાંય પણ ખોટું કર્યું નથી અને મને કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારીનો આ બાબતે ફોન આવ્યો નથી જેના કારણે હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરશે તે તેમનો વિષય છે, પણ મારે આ પ્રમોદ ગુપ્તા સાથે જૂની પૈસાની લેવડદેવડ હતી તેના માટે તેમને મેં ઓફિસે લઈ આવ્યો હતો. પરંતુ મારો હિસાબ હજુ પણ થયો નથી અને તેમને મને જે સમય આપ્યો છે. ત્યારબાદ હું ફરીથી તેમનો સંપર્ક કરીશ અને મારા હિસાબ વિષે વાત કરીશ અને જો મારી બાકી નીકળતી રકમ તેઓ નહીં આપશે. તો હું કાયદાની જોગવાઈ હેઠળ તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશ.

અહેવાલઃ અમિત રાજપુત, સુરત

આ પણ વાંચો: Gujarat માં ખતરનાક વાઇરસના દેખા! નામ છે ચાંદીપુરા; અત્યાર સુધી 5 બાળકોના મોત

આ પણ વાંચો: વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

આ પણ વાંચો: Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

Whatsapp share
facebook twitter