+

SURAT ACCIDENT : સુરતમાં સિટી બસે લીધો વધુ એકનો જીવ

SURAT ACCIDENT : સુરતમાં (SURAT) અવારનવાર અકસ્માતના (ACCIDENT) કિસ્સાઓ બનતા રહે છે જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં (SURAT) બમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં એક સિટી…

SURAT ACCIDENT : સુરતમાં (SURAT) અવારનવાર અકસ્માતના (ACCIDENT) કિસ્સાઓ બનતા રહે છે જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં (SURAT) બમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં એક સિટી બસે બાઇક પર સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સગીર પુત્રનું મોત નીપજ્યું હતું.

બસ ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચડાવ્યા

અહીં આ અકસ્માતની (ACCIDENT) ઘટના વહેલી સવારે 6:30 કલાકે બની હતી. જેમાં દીકરાને શાળાએ છોડવા જતી વેળાએ બસ ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચડાવ્યા હતા.

સમગ્ર બનાવ અંગેની તપાસ શરૂ કરી

આ અકસ્માતમાં ૧૮ વર્ષીય ગૌરવ રાજેશ બારડોલીયાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર બનાવ અંગેની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો –  Congress Leader: ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ કરાયો ઘાતક હુમલો

આ પણ વાંચો – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન ગુપ્તદાનરૂપે થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter