+

નવસારીમાં 1141 એકર વિસ્તારમાં બનનાર PM મિત્ર પાર્ક માટે રાજ્ય-કેન્દ્ર વચ્ચે MOU

ઇનપુટ–રાબિયા સાલેહ, સુરત  સુરત (surat)માં ટેકસટાઇલ ઉદ્યોગ (Textile industry)ને નવી ગતિ અને ઉર્જા મળી રહે તે માટે  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા છે ને તેના ભાગરુપે વીર…
ઇનપુટ–રાબિયા સાલેહ, સુરત 
સુરત (surat)માં ટેકસટાઇલ ઉદ્યોગ (Textile industry)ને નવી ગતિ અને ઉર્જા મળી રહે તે માટે  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા છે ને તેના ભાગરુપે વીર નર્મદ યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendra patel)ની હાજરીમાં આ એમઓયુ થયા હતા. જેનાથી ગુજરાતના નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનશે. પી.એમ. મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન સાબિત થશે. નવસારીમાં 1141 એકર વિસ્તારમાં બનનાર PM મિત્ર પાર્ક માટે રાજ્ય-કેન્દ્ર વચ્ચે MOU થયા હતા જેનાથી 1 લાખ પ્રત્યક્ષ અને  2 લાખ પરોક્ષ નોકરીઓનું થશે.
pm
નવસારીમાં ઉદ્યોગ અને વેપારને વેગ મળશે
આ પ્રસંગે હાજર કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આજે સુરતના નવસારીમાં ઉદ્યોગ અને વેપારને વેગ મળશે જેથી તમામને અભિનંદન છે. તેમણે કહ્યું કે હું એરપોર્ટથી આવ્યો ત્યારે ચારે બાદુ વિકાસ જોવા મળ્યો છે અને વડાપ્રધાને તમામને નવી દિશા આપી છે. વડાપ્રધાને દરેક વિષયને ઉંડાણથી સમજીને તેનું નિરાકરણ કર્યું છે અને આજે ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે 2013-14 માં તમામ ને ભારતની ચિંતા હતી અને ભારતનું કોઇ સન્માન ન હતું. આજે દરેક સમસ્યાનું સમાધાન છે અને આજે નવ વર્ષના ગાળામાં વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થામાં પાંચમા નંબરે છીએ. તેની પાછળ નવ વર્ષની રણનીતિ અને ઇમાનદાર વ્યવસ્થા છે. વડાપ્રધાને વેપાર ઉદ્યોગને તેજ ગતિથી દોડાવ્યો છે. પીએમ મિત્ર પાર્કનું સ્વપ્ન પીએમ પોતે જ્યારે સીએમ હતા ત્યારે તેમણે જોયું હતું. પીએમ મિત્ર પાર્ક માટે 13 રાજ્યથી 18 અરજી આવી છે. ગુજરાત લોજિસ્ટીકમાં નંબર 1 છે અને એકસપોર્ટમાં પણ નંબર 1 છે. ગુડ ગવર્નન્સમાં પણ ગુજરાત નંબર વન છે. તેમણે એમ પણ કહ્યું કે ટેક્ષટાઇલમાં ગુજરાતના સ્થાનને કોઇ હલાવી નહી શકે. પીએમ મિત્ર પાર્કમાં તમામની અપેક્ષા પૂર્ણ થશે અને ભારતમાં મોટા પાયે ઉત્પાદન થશે. સુરતનું પીએમ મિત્ર પાર્ક મોડલ પાર્ક બનશે.
surat
પીએમ મિત્ર પાર્ક બનવાથી મેડ ઇન ઇન્ડિયાની યોજના સાકાર
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  કાપડ ઉદ્યોગ વિશ્વનો સૌથી જુનો ઉદ્યોગ છે. હવે ભારતમાં સાત રાજ્યમાં ટેક્ષટાઇલ પાર્ક બનશે જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના વિઝનના કારણે લોકોને આ લાભ મળ્યો છે અને ગુજરાત સરકાર આ માટે કટિબદ્ધ છે. ટેક્ષટાઇલ પોલિસી અંતર્ગત 35 લાખનું રોકાણ થયું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે. આજે થયેલા એમઓયુ મુજબ ઉદ્યોગ અને માળખાગત સુવિધા માટે 500 કરોડની મૂડી આપશે. પીએમ મિત્ર પાર્ક બનવાથી મેડ ઇન ઇન્ડિયાની યોજના સાકાર થઇ છે. જેનાથી ગુજરાત પ્રથમ નંબરે આવશે.
Whatsapp share
facebook twitter