+

બિલ ગેટ્સથી લઈને સુંદર પિચાઈ જેવા ખાસ હસ્તીઓ બનશે Ambani Family ના મહેમાન

Anant Ambani-Radhika Merchant : મુકેશ અંબાણીનો પરિવાર (Ambani Family) જામનગરમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ માટે આવ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ ચાલનારા ફંક્શનમાં…

Anant Ambani-Radhika Merchant : મુકેશ અંબાણીનો પરિવાર (Ambani Family) જામનગરમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ માટે આવ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ ચાલનારા ફંક્શનમાં મોટી સંખ્યામાં દુનિયાભરના લોકો, રાજકારણથી જોડાયેલા નેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood Celebrity) મહેમાન બનવાના છે. આજે સવારથી જામનગરમાં મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે.

ત્રણ દિવસ ચાલશે પ્રી-વેડિંગ ફંક્શન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function) ની શરૂઆત અન્ન સેવાથી થઈ હતી. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપના જોગવડ ગામ (Jogawad village of Reliance Township) માં સ્થાનિક લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. અન્ન સેવા માટે 51 હજાર સ્થાનિક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટે પોતે ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાની માતા શૈલા, પિતા વિરેન મર્ચન્ટ અને દાદીએ પણ ભોજન સેવામાં ભાગ લીધો હતો. જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ત્યારે આ ખાસ ફંક્શનમાં દુનિયાભરની હસ્તીઓ મહેમાન તરીકે આવી રહી છે.

જાણો કોણ બનશે Ambani Family ના મહેમાન
 • ડૉ. સુલતાન અલ જાબેર, CEO-MD, ADNOC
 • યાસિર અલ રુમાયન, ચેરપર્સન, સાઉદી અરામ્કો
 • મોહમ્મદ બિન અબ્દુલરડમાન બિન જસીમ અલ થાની, વડાપ્રધાન, કતાર
 • કાર્લ બિલ્ડ, સ્વિડનના પૂર્વ વડા પ્રધાન
 • જોન ચેમ્બર્સ, CEO, JC2 વેન્ચર્સ
 • બોબ ડુડલી, પૂર્વ CEO, BP
 • ક્રિસ્ટોફર એલિયાસ, પ્રેસિડેન્ટ, ગ્લોબલ ડેવલપમેન્ટ, BMGF
 • જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર
 • એરી ઈમેન્યુઅલ, CEO, એન્ડેવર
 • લેરી ફિંક, ચેરમેન-CEO, બ્લેક રોક
 • બ્રુસ ફ્લેટ, CEO, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ
 • બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF
 • સ્ટિફન હાર્પર, પૂર્વ વડા પ્રધાન, કેનેડા
 • રિચર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ
 • અજિત જૈન, વાઈસ ચેરમેન, બર્કશાયર હેથવે
 • આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ
 • ડૉ રિચાર્ડ ક્લાઉસનર, વિજ્ઞાની
 • ઈવાન્કા ટ્રમ્પ, પૂર્વ અમેરિકન પ્રમુખના સલાહકાર
 • જોશુઆ કુશનર, ફાઉન્ડર, થ્રાઈવ કેપિટલ
 • બર્નાર્ડ લૂની, પૂર્વ સીઈઓ, બીપી
 • યુરી મિલનર, ઉદ્યોગસાહસિક અને વિજ્ઞાની
 • અજિત મોહન, પ્રેસિડેન્ટ, એશિયા પેસિફિક, સ્નેપ ઈન્ક
 • જેમ્સ મુર્ડોક, ફાઉન્ડર-સીઈઓ, લુપા સિસ્ટમ્સ
 • શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ
 • અમીન એચ. નાસેર, પ્રેસિડેન્ટ-સીઈઓ, અરામ્કો
 • વિવી નેવો, ફાઉન્ડર, એનવી ઈન્વેસ્ટમેન્ટ
 • નીતિન નોડરિયા, પૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
 • જેવિયર ઓલિવાન, સીઓઓ, મેટા
 • ભુતાનના રાજા અને રાણી
 • પૂર્ણા સગુર્તિ, વાઈસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા
 • જોર્જ કિરોગા, બોલિવિયાના પૂર્વ પ્રમુખ,
 • મિશેલ રિટર, ફાઉન્ડર-સીઈઓ, સ્ટિલ પરલોટ
 • કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન
 • એરિક શ્મિટ, ફાઉન્ડર, શ્મિટ ફયુચર્સ
 • ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
 • રામ શ્રીરામ, ફાઉન્ડિંગ એન્ડ મેનેજિંગ પાર્ટનર, શેરપાલો
 • જુર સોલા, સીઈઓ, સનમિના કોર્પ
 • માર્ક ટકર, ગ્રૂપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ પીએલસી
 • માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા
 • ફરીદ ઝકરિયા, પત્રકાર કાર
 • ખાલદૂન અલ મુબારક, સીઈઓ-એમડી, મુબાદલા
 • સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ
 • લિન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ, સીઈઓ, ઈ.એલ. રોથચાઈલ્ડ
 • માર્કસ વોલેનબર્ગ, પૂર્વ પ્રેસિડેન્ટ અને સીઈઓ, ઈન્વેસ્ટર-એબી
 • બોબ ઈગર, સીઈઓ, ધ વૉલ્ટ ડિઝની
 • ટેડ પિક, સીઈઓ, મોર્ગન સ્ટેનલી
 • બિલ ફોર્ડ, ચેરમેન-સીઈઓ, જનરલ એટલાન્ટિક
 • માર્ક કાર્ની, ચેરમેન, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ
 • સ્ટિફન શ્વાર્ઝમેન, ફાઉન્ડર, બ્લેકસ્ટોન ગ્રૂપ
 • બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા
 • કાર્લોસ સ્લિમ, ઈન્વેસ્ટર
 • જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ
 • રેમન્ડ દાલિયો, ફાઉન્ડર, બ્રિજવોટર એસોસિએટ્સ
બોલિવૂડ ઉપરાંત વિદેશી હસ્તીઓ કરશે પરફોર્મ

મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે, જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલિવૂડ ઉપરાંત વિદેશી હસ્તીઓ પણ પરફોર્મ કરવા જઈ રહી છે, જેમાં પોપ સિંગર રીહાન્ના પણ સામેલ છે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્લોબલ આઈકન રીહાન્ના, કતરના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અલ થાની, બિલ ગેટ્સ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને સુંદર પિચાઈ પણ હાજર રહેશે.

આ પણ વાંચો – ANANT-RADHIKA PRE-WEDDING FUNCTION : રાધિકા મર્ચન્ટ નાના બાળકને જોઇ બોલી – આ તો ક્રિષ્ના જેવો લાગે છે

આ પણ વાંચો – Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter