+

ST BUS : ટૂંક સમયમાં જ બસમાંથી ડિજિટલ પેમેન્ટથી ટિકિટ ખરીદાશે

ST બસ સેવા સાચા અર્થમાં શાનની સવારી બનશે ગુજરાત ST બસ સેવામાં આમૂલ પરિવર્તન લવાશે ટૂંક સમયમાં જ બસમાંથી ડિજિટલ પેમેન્ટથી ટિકિટ ખરીદાશે ST તંત્ર દ્વારા ટુરીઝમ કેન્દ્રો પર નવી…
  • ST બસ સેવા સાચા અર્થમાં શાનની સવારી બનશે
  • ગુજરાત ST બસ સેવામાં આમૂલ પરિવર્તન લવાશે
  • ટૂંક સમયમાં જ બસમાંથી ડિજિટલ પેમેન્ટથી ટિકિટ ખરીદાશે
  • ST તંત્ર દ્વારા ટુરીઝમ કેન્દ્રો પર નવી બસ સેવા લોન્ચ થશે
  • જરૂરિયાત પ્રમાણે મુસાફરોને ભાડે પણ આપી શકાશે

રાજ્યની ST બસ સેવામાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. હવે ટૂંક સમયમાં એસ.ટી બસમાં ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. ઉપરાંત એસ.ટી વિભાગ દ્વારા ટુરીઝમ કેન્દ્રો પર નવી બસ સેવા પણ શરુ કરવામાં આવશે.

મુસાફરો હવે ડિજિટલ પેમેન્ટથી ટિકીટ ખરીદી શકશે

ગુજરાત એસટી બસ સેવા હવે સાચા અર્થમાં શાનની સવારી બનશે કારણ કે ગુજરાત એસટી બસ સેવામાં આમૂલ પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં એસ.ટી બસમાં પણ મુસાફરો હવે ડિજિટલ પેમેન્ટથી ટિકીટ ખરીદી શકશે. ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા માટે માટે આખરી નિર્ણય હવે લેવામાં આવશે અને આ માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરાશે.

અનેક પ્રકારની લક્ઝરી બસોનો પણ સમાવેશ કરાશે

આ ઉપરાંત એસટી બસ વિભાગ દ્વારા અનેક પ્રકારની લક્ઝરી બસોનો પણ સમાવેશ કરાશે અને થોડા મહિનામાં દર મહિને 300 બસ નવી ઉમેરવામાં આવશે જેથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસ.ટી વિભાગ દ્વારા નવો પ્રયોગ કરીને રાજ્યના વિવિધ ટુરિઝમ કેન્દ્રો પર નવી બસ સેવા લોન્ચ કરવામાં આવશે.

મુસાફરોને તેનો સીધો ફાયદો થઇ શકે છે

એસ.ટી વિભાગમાં એ પ્રકારની બસોનો પણ સમાવેશ કરાશે કે જે જરુરિયાત મુજબ મુસાફરોને ભાડે પણ આપી શકાશે. એસ.ટી વિભાગમાં નવા આમૂલ પરિવર્તનની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે અને આગામી થોડા મહિનામાં મુસાફરોને તેનો સીધો ફાયદો થઇ શકે છે.

આ પણ વાંચો—-HEART ATTACK : રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત

Whatsapp share
facebook twitter