+

Nidjam 2024 : મેડલ સેરેમનીમાં પ્રખ્યાત એથ્લેટ સરિતા ગાયકવાડ રહ્યા હાજર

Nidjam 2024 : Nidjam 2024 નું આ વર્ષે ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. Nidjam 2024 ઇવેન્ટ 16 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારે આજે 17 ફેબ્રુઆરીના રોજ u-14 ની…

Nidjam 2024 : Nidjam 2024 નું આ વર્ષે ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. Nidjam 2024 ઇવેન્ટ 16 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારે આજે 17 ફેબ્રુઆરીના રોજ u-14 ની ટ્રાયથ્લોન રમતમાં વિજેતાઓને આજે મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મેડલ સેરેમનીમાં પ્રખ્યાત એથ્લેટ સરિતા ગાયકવાડ હાજર રહ્યા હતા.

ગુજરાત સ્પોર્ટ્સની નેશનલ રમતોમાં આયોજન કરવા માટે ખૂબ આગળ

એથ્લેટ સરિતા ગાયકવાડ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાતમાં સ્પોર્ટ્સની નેશનલ ઇવેન્ટ ખુબ ઓછી થતી હતી પણ હવે ધીમે ધીમે ગુજરાત સ્પોર્ટ્સની નેશનલ રમતોમાં આયોજન કરવા માટે ખૂબ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં આવી ઇવેન્ટ યોજાય છે તે ખુબજ ગર્વની વાત

સરિતા ગાયકવાડે જણાવ્યું કે, ગુજરાતમાં આવી ઇવેન્ટ યોજાય છે તે ખુબજ ગર્વની વાત છે. અને આવી વધારે ઇવેન્ટ યોજાય તો તે ખેલાડીઓને ખુબ પ્રોત્સાહિત કરે છે. અને વધારે ખેલાડીઓ જ્યારે આવી ઇવેન્ટમાં ભાગ લે છે ત્યારે તેમનો ઉત્સાહ વધારે વધે છે અને તેઓ આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય છે.

ખેલમહાકુંભથી જાગરુકતા

વધુમાં તેમણે કહ્યું કે, 2010 થી જ્યારે ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી ત્યાર થી રમતો માટે લોકોમાં જાગૃકતા વધી છે. અને આ ખુબ જ સારી વાત છે.

ગર્લ્સ અને બોયઝ પ્લેયર્સનો ભારે ઉત્સાહ

ઉલ્લેખનિય છે કે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)માં બીજા દિવસે ગર્લ્સ અને બોયઝ પ્લેયર્સનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 16 ફેબ્રુઆરી પ્રથમ દિવસના પ્રિલીમરી રાઉન્ડ બાદ 17 ફેબ્રુઆરી શનિવારના રોજ બીજા દિવસે ક્વોલિફાઈ રાઉન્ડ અને સેમિફાઈનલ રાઉન્ડ થયો હતો અને ફાઈનલ રાઉન્ડ ટ્રાયથ્લોન ગ્રુપ એ અને ગ્રુપ બીના થયા હતા. જેમાં ગુજરાતના ખેલાડીઓ ઝળક્યા હતા. તેમાં પણ ટ્રાયથ્લોન ગ્રુપ-બી અંડર 14 કેટેગરીમાં ગુજરાતની દિકરીઓનો દબદબો રહ્યો હતો.

અહેવાલ–મૈત્રી મકવાણા, અમદાવાદ

આ પણ વાંચો—-SUCCESS : NIDJAM 2024 માં પાટણની કિંજલ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

More in :
Whatsapp share
facebook twitter