+

BAOU ના કુલપતિ પદે પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની પુન: નિયુક્તિ

BAOU : ગુજરાત રાજ્યની એકમાત્ર રાજ્યસ્તરીય ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Babasaheb Ambedkar Open University.)ના કુલપતિ (Chancellor ) તરીકે પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની રાજ્ય સરકાર દ્વારા પુન: નિયુક્તિ કરવામાં આવી…

BAOU : ગુજરાત રાજ્યની એકમાત્ર રાજ્યસ્તરીય ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Babasaheb Ambedkar Open University.)ના કુલપતિ (Chancellor ) તરીકે પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની રાજ્ય સરકાર દ્વારા પુન: નિયુક્તિ કરવામાં આવી છે.

કુલપતિ પદે પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની પુન: નિયુક્તિ.

ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયના યશસ્વી કાર્યકાળમાં યુનિવર્સિટીએ ‘NACC મૂલ્યાંકનમાં A++ ગ્રેડ’ ઉપરાંત ‘UGC દ્વારા પ્રથમ ક્રમાંકિત યુનિવર્સિટી શ્રેણીમાં પ્રથમ સ્થાન’,રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં અગ્રેસરતા તથા મહિલા સશક્તિકરણ, સંશોધન તથા ભારતીય સંસ્કૃતિ અને માતૃભાષાના સંવર્ધનમાં નવા અભ્યાસક્રમોની પહેલ અને કચ્છના અંતરિયાળ વિસ્તારમાં નવા અભ્યાસકેન્દ્રો શરુ કરવાની પહેલ જેવા વિવિધલક્ષી શૈક્ષણિક આયામો અને સિદ્ધિઓને તેમના કાર્યકાળમા કરવામાં આવી છે. ગુજરાતના વિદ્યાજગતમાં આ સમાચારથી અભિનંદન અને શુભેચ્છાની લાગણી પ્રસરી રહી છે.

1994માં સ્થાપના

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ એક મુક્ત વિશ્વવિદ્યાલય છે .આ વિશ્વવિદ્યાલય દ્વારા પત્ર વવ્યહાર અને અન્ય વિજાણું સાધનો દ્વારા વિવિધ વિષયોમાં સ્નાતક, ડિપ્લોમા, સર્ટિફીકેટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાની પદવીઓ આપવામાં આવે છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા 1994માં રાજ્યનાં અંતરીયાળ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ મળે તેવા આશય સાથે કરવામાં આવી હતી. આ યુનિવર્સીટીનું નામ બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની યાદમાં રાખવામાં આવેલું છે.

આ પણ વાંચો–Ahmedabad : બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા

આ પણ વાંચો—-AHMEDABAD: બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન

આ પણ વાંચો–G-20 અને ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષ્યમાં  ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન

આ પણ વાંચો–ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અધ્યાપકગણની હેરિટેજ વોક યોજાઈ

આ પણ વાંચો—સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે BAOU માં બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

Whatsapp share
facebook twitter