Rajkot : રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટીનો મામલો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના મળ્યા બાદ Rajkot જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાને પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. મનાઇ રહ્યું છે કે Rajkot જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ ખાટરીયાએ રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડનો વિરોધ કર્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી
રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટીનો કિસ્સો સામે આવ્યો છે. સુત્રોએ કહ્યું કે અર્જુનભાઈ ખાટરીયા દ્વારા રામ મંદિરના મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડનો વિરોધ કરાયો હતો. મનાઇ રહ્યું છે કે તેના ભાગરુપે આ પગલું લેવામાં આવ્યું છે. અને અર્જુનભાઈ ખાટરીયાને રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાના પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે.
Rajkot જિલ્લા પંચાયતના કોંગ્રેસ નેતા અર્જૂનભાઈ ખટારિયાની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી#rajkot #rajkotnews #DistrictPanchayat #Congress #ArjunKhatariya #GujaratFirst @INCGujarat @shaktisinhgohil pic.twitter.com/mLfVgRFQ8R
— Gujarat First (@GujaratFirst) January 13, 2024
શક્તિસિંહ ગોહિલની સૂચના મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો
જેમાં સ્થાનિક નેતાઓએ અર્જુનભાઈ ખાટરીયા વિરુદ્ધ પક્ષને નુકશાન કરતી પ્રવુતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસ પક્ષે કહ્યું કે અર્જુન ખાટરીયાને પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દુર કરાયા છે કારણ કે તેઓ પક્ષને નુકસાન કરતી પ્રવૃતિ કરતા હોવાની હતી ફરિયાદ મળી હતી. ઉલ્લેખનિય છે કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં કકળાટ શરુ થઇ ગયો છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાનો કોંગ્રેસે નિર્ણય કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, હેમાંગ રાવલ, અંબરીશ ડેર સહિતના નેતાઓએ પક્ષના આ નિર્ણય અંગે નારાજગી દર્શાવી હતી. ત્યારે રામ મંદિરનો મુદ્દો કોંગ્રેસના આંતરીક રાજકારણમાં હવે ગરમ બની રહ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ લેવાયો નિર્ણય
આ પણ વાંચો – Karuna Abhiyan: અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પ્રારંભ, આટલી કરાઈ વ્યવસ્થા..
આ પણ વાંચો – Cybercrime : અમદાવાદમાં ફેક ID બનાવવા અંગે 2 ફરિયાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ