Rajkot: રાજકોટ થયેલા ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર ભારે હરકતમાં આવી ગયો છે. રાજકોટ (Rajkot) TRP અગ્નિકાંડ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો ધડાધડ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ (Chamber of Commerce president)ના બાંધકામને પણ સીલ મારવામાં આવ્યું છે.
મંજૂરી વગરના બાંધકામને સીલ મારી દેવાવામાં આવ્યું
મળતી જાણકારી પ્રમાણે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ મંજૂરી વગરના બાંધકામને સીલ મારી દેવાવામાં આવ્યું છે. આ મામલે વિગતો એવી સામે આવી છે કે, મનસુખ સાગઠીયા સાથે મીલી ભગતથી બાંધકામ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ભાભા બજારમાં લાગેલી આગ બાદ ખબર પડી ત્યાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું છે. જેમાં કાર્યવાહી થતા બાંધકામને સીલ મારી દેવામાં આવ્યું છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું બાંધકામ સીલ કરાયું
નોંધનીય છે કે, ભાભા બજારમાં પણ અનેક જગ્યાઓ સીલ કરવામાં આવી છે. આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ (VP Vaishnav)નું મંજૂરી વગરનું બાંધકામ સીલ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યારે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહીં છે. ખાસ કરીને જ્યા પણ ગેરકાયદેસરના બાંધકામો આવેલા છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, આ સમગ્ર કાર્યવાહી અને તપાસ TRP અગ્નિકાંડ અને હાઈકોર્ટના આકરી ટકોર બાદ કરવામાં આવી રહીં છે. મહત્વની વાત તો એ ઠે કે, અત્યારે સીલ કરાયેલા બાંધકામમાં સાગઠીયા કનેકશન સામે આવ્યું છે.