+

VADODARA POLICE : પરેશ શાહ અને નિલેશ જૈન વગવાળા આરોપી, પોલીસની શોધખોળ

VADODARA POLICE : વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani lake) 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા સહિત કુલ 14 જિંદગી હોમાઈ હતી. આ ઘટનાને લઈ રાજ્યભરના લોકોમાં ભારે રોષ જોવા મળી…

VADODARA POLICE : વડોદરાના (Vadodara) હરણી તળાવમાં (Harani lake) 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા સહિત કુલ 14 જિંદગી હોમાઈ હતી. આ ઘટનાને લઈ રાજ્યભરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, સરકાર દ્વારા જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીની ધરપકડ કરાઈ છે.

પરેશ શાહ અને નિલેશ જૈનનું પણ નામ ખુલ્યું

આ કેસમાં વડોદરા પોલીસે અત્યાર સુધી 6 નાના આરોપીને પકડ્યા છે પણ મોટા માથાં હજું બાકી છે. માસૂમોની જીંદગી સાથે રમનારા આ 18 આરોપી પૈકી એક આરોપીનું મોત થયું છે. જ્યારે તપાસમાં ફન પાર્કના કર્તા હર્તા તરીકે પરેશ શાહ અને નિલેશ જૈનનું પણ નામ ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓએ આ બાબતે પોલીસ સમક્ષ કબુલાત કરી છે અને વડોદરા પોલીસને આ બંનેની વિરુદ્ધમાં મહત્વના પૂરાવા પણ મળ્યા છે.

આ રહ્યા એ માસૂમોનું જીવન લઇ લેનારા આરોપી પૈકીના 13 આરોપીના ફોટા…

પરેશ અને નિલેશ જ વહિવટકર્તા હતા

વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે કહ્યું કે કોટીયા પ્રોજેક્ટ સાથે ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટ પેટા કોન્ટ્રાક્ટ સામેલ હતી. આરોપીની પૂછપરછમાં હિસાબ કિતાબનું રિપોર્ટીંગ પરેશ અને નિલેશ કરતા હતા અને બંને દેખરેખ રાખતા હતા તથા સ્ટાફ સાથે સંપર્કમાં રહેતા હતા. ફોનમાં પણ આ પુરાવા મળ્યા છે. અન્ય 3 જણાને પરેશ શાહે ડાયરેક્ટર બનાવ્યા હતા. આ બંનેને નવા આરોપી ઉમેરવામાં આવ્યા છે. આરોપીઓ ઘર બંધ કરીને ભાગ્યા છે તેમની શોધખોળ કરાઇ રહી છે. તેમણે કહ્યું કે જે પુરાવા મળ્યા તેમાં સ્પષ્ટ થયું કે પરેશ અને નિલેશ જ વહિવટકર્તા હતા. વધુ તપાસમાં અન્ય કોઇની નિષ્કાળજી હશે તેની પણ તપાસ કરાશે.

પરેશ શાહ અને નિલેશ જૈન ભારે વગવાળા આરોપી

આરોપી પૈકી પરેશ શાહ અને નિલેશ જૈન ભારે વગવાળા આરોપી છે. બંને આરોપી રાજકીય કનેક્શન પણ ધરાવે છે અને નેતાઓ સાથે પરેશ શાહની તો તસવીરો પણ છે. પરેશ શાહ અને નિલેશ જૈન હાલ ફરાર છે. પરેશની પત્ની અને પુત્ર તથા પુત્રી સામે પણ ગુનો નોંધાયો છે અને હવે પરેશને પણ આરોપી બનાવાયો છે.

આ આરોપી સામે અગાઉ ગુનો નોંધાયો હતો

01. બીનીત કોટીયા (ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
02. હિતેષ કોટીયા (ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
03. ગોપાલદાસ શાહ (ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા)
04. વત્સલ શાહ (ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર)
05. દિપેન શાહ (ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
06. ધર્મીલ શાહ (ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
07. રશ્મિકાંત સી. પ્રજાપતિ (ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા)
08. જતીનકુમાર હરીલાલ દોશી (ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા )
09. નેહા ડી.દોશી (ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા)
10. તેજલ આશિષકુમાર દોશી (ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા )
11. ભીમસિંગ કુડિયારામ યાદવ (ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા)
12. વૈદપ્રકાશ યાદવ (ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા)
13. ધર્મીન ભટાણી (ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા)
14. નુતનબેન પી.શાહ (ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા)
15. વૈશાખીબેન પી.શાહ (ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા)
16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ
17. બોટ ઓપરેટર અંકિત નામનો માણસ

આ પણ વાંચો—VADODARA NEWS : બોટ ઓપરેટરને બોટ ચલાવાની તાલીમ જ ના હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Whatsapp share
facebook twitter