+

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટતા લોકો ધ્રુજી ઉઠ્યા

અહેવાલ – રાબિયા સાલેહ સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ 2 જેવી ઘટના ઘટતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. ગ્રીષ્મા હત્યાકાંડની ભયાનક યાદો હજી માનસ પટ પર તાજી છે, તેવામાં તેની યાદ અપાવતી ઘટના…

અહેવાલ – રાબિયા સાલેહ

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ 2 જેવી ઘટના ઘટતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. ગ્રીષ્મા હત્યાકાંડની ભયાનક યાદો હજી માનસ પટ પર તાજી છે, તેવામાં તેની યાદ અપાવતી ઘટના ફરી એકવાર સામે આવી છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ 2 કહો કે પછી તેની કોપી જેવી ઘટના શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘટી છે. એક પાગલ અને માનસિક બિમાર પ્રેમીએ સરાજાહેર પ્રેમિકાની હત્યા કરી નાખી તેને મોતને હવાલે કરી દીધી છે.

બે વર્ષથી એક બીજાના પ્રેમમાં પાગલ હતું એક કપલ પરંતુ પ્રેમીની માનસિકતાથી કંટાળેલી પ્રેમીકાએ પ્રેમીથી દૂર જવું નક્કી કર્યું. પ્રેમી શૈલેષનો સ્વભાવમાં છેલ્લા બે વર્ષમાં સતત બદલાવ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, અને તે માનસિક રીતે પ્રેમીકાને ત્રાસ આપતો હતો. જેના કારણે પ્રેમિકાએ અન્ય કોઈ ઈસમ સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું અને તેણી પ્રેમીથી દૂર થઇ ગઇ, બસ પછી જોવાનું શું હતું શૈલેષને નીલું વિશ્વકર્માના આ નિર્ણયની જાણ થતાં તે આ વાત સહન ના કરી શક્યો અને તેને આજે રાધિકાથી પોતાના પ્રેમનો બદલો લેવાનું નક્કી કર્યું હતું.

ક્રોધે ભરાયેલો શૈલેષ હાથમા પેચ્યું લઈને નીકળ્યો અને નીલું વિશ્વકર્માને રેડી નાખી. તેના પર હુમલો કરી તેને લોહી લુહાર કરી એટલું જ નહીં શૈલેષ એ હદે આક્રોશમાં હતો કે તેણીનો ચેહરો બગાડવાના ઇરાદે તેણે પેચીયા વડે હુમલા બાદ પથ્થરથી મોંઢા અને માથામાં વાર કરી નાખ્યા હતા અને પ્રેમિકાને ઘર નજીક જ હુમલો કરી ઘાયલ કરી નાખી હતી. જેમ ગ્રીષ્માની ઘટનામાં લોકો દર્શક બની નિહાળતા રહ્યા હતા તેમ આ ઘટનામાં પણ યુવતીનું મોત થતા સરાજાહેર લોકોએ જોયું.

તલંગપુર ગામમાં આવેલા સાઈ દર્શન સોસાયટીમાં પ્રેમીએ પ્રેમીનો ચહેરો બગાડયો હોવાની ઘટનાની જાણ થતાં સચીન GIDC પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. મૃતક નીલુંની ઉંમર હજી માત્ર 19 વર્ષ જયારે પ્રેમી શૈલેષની ઉંમર માત્ર 20 વર્ષ હતી અને આજે આ યુવકના કરેલા પાપના કારણે બે પરિવાર બરબાદ થઈ ગયા છે. નીલુના પરિવારે નીલુ ગુમાવી દીધી છે અને શૈલેષ જેલ જતા હવે શૈલેષના પરિવારે પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

બંનેના પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજના રહેવાસી છે. બંનેના પરિવાર આજુ બાજુમાં જ રહે છે અને બે થી ત્રણ વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. જોકે હત્યારો કમ પ્રેમી એવો આરોપી શૈલેષ રાધિકા વિશ્વકર્મા નાસી ગયો હતો, જોકે પોલીસે યુવતીની મોત થતા પ્રેમીને પકડી પાડ્યો છે. હાલ તેની અટકાયત બાદ પૂછરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter