+

Surat : શિરડી યાત્રા પર જઈ રહેલા મુસાફરોની બસને નડ્યો અકસ્માત

અહેવાલ : ઉદય જાદવ, સુરત મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા…

અહેવાલ : ઉદય જાદવ, સુરત

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની ઘટનાને પગલે મહુવા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

મોટી જાનહાનિ ટળી

મળતી માહિતી મુજબ મહુવાના વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

passengers bus accident Near Mahuva Anaval State Highway

ગાંધીનગરથી શિરડી જઈ રહ્યાં હતા

ગાંધીનગરથી નાસિક શિરડી યાત્રા પર મુસાફરો જઈ રહ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનામાં બે યાત્રિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તમામ યાત્રિકો માટે તુંરત બીજી લક્ઝરી બસની વ્યવસ્થા કરી તેઓને રવાના કર્યા હતા. અને બાદમાં ક્રેન લાવી લક્ઝરી બસ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો : BOTAD : ગઢડાના પીપળી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

Whatsapp share
facebook twitter