Nirmala Sitharaman : ગુજરાત (GUJARAT)માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)માં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો છે. ગ્લોબલ સમિટ (Global Summit 2024)માં ભારતના ઘણા મોટા બિઝનેસ ગ્રુપ્સ અને અબજોપતિઓએ તેમાં ભાગ લીધો હતો અને રોકાણની જાહેરાત કરી હતી. આ સમિટ અંતર્ગત યોજાયેલા ગુજરાત રોડ મેપ ફોર વિકસિત ભારત પરના સેમિનારમાં ઉપસ્થિત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman ) કહ્યું કે છેલ્લા ૮ વર્ષમાં ૬૫ ટકા રકમ એફડીઆઈ તરીકે આવી છે. Nirmala Sitharaman કહ્યું કે આગામી વર્ષોમાં ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાનું છે.
સરકારે ડિબીટીના કારણે ૭ લાખ કરોડ થી વધુની બચત કરી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે ભારતની જીડીપી ૫ ટ્રિલિયન ડોલર ક્રોસ કરવાની છે અને તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે રહીને કામ કરવું પડશે. તેમણે કહ્યું કે ડિબીટીમાં ૩૩ લાખ કરોડ ટ્રાન્સ્ફર થયા છે અને સરકારે ડિબીટીના કારણે ૭ લાખ કરોડ થી વધુની બચત કરી છે.
૯૧૯ યુએસ બિલિયન ડોલરની એફડીઆઈ ભારતમાં આવી
તેમણે સેમિનારને સંબોધન કરતાં કહ્યું કે આજે ૫૦ કરોડ કરતા વધુ લોકો બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયા છે અને ૨૦૧૪ માં તે આંકડો માત્ર ૧૪ કરોડ હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે સેમિ કંડક્ટરનું ભારત માં જ ઉત્પાદન થશે. ૯૧૯ યુએસ બિલિયન ડોલરની એફડીઆઈ ભારતમાં આવી છે તેમ તેમણે કહ્યું હતું.
૨૦૪૭ સુધી વિકસિત ભારત હશે અને ગુજરાત તેનું ગ્રોથ એંજીન રહેશે
છેલ્લા ૮ વર્ષમાં ૬૫ ટકા રકમ એફડીઆઈ તરીકે આવી હોવાનું જણાવતાં નિર્મલા સિતારમણે કહ્યું કે ગુજરાતમાં દેશનું ૮.૫ ટકા જીડીપી યોગદાન છે.
૨૦૪૭ સુધી વિકસિત ભારત હશે અને ગુજરાત તેનું ગ્રોથ એંજીન રહેશે તેમ તેમણે કહ્યું હતું.
દેશના વિકાસમાં ૩૩ ટકા ભાગીદારી ગુજરાતની છે
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે ૨૦૪૭ સુધીનો રોડમેપ જાહેર કર્યો છે અને આ ડોક્યુમેન્ટને તૈયાર કરવામાં કેન્દ્રીય નાણામંત્રીનો સહયોગ મળ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દશકમાં ગુજરાતે વિકાસ કરી દેશનું ગ્રોથ એંજીન બન્યું છે. દેશના વિકાસમાં ૩૩ ટકા ભાગીદારી ગુજરાતની છે. ગુજરાતનું વિકાસ મોડેલ પીએમ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થયું છે. આર્થિક વિકાસની સાથે સામાજીક વિકાસ પણ કરવો છે. ગુજરાતના જીએસડીપીને ૩.૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી લઈ જવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન ઉપસ્થિતિમાં વવિઝન ડોક્યુમેન્ટ ફોર વિક્સિત ગુજરાત ૨૦૪૭ લોકાર્પણ કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
આ પણ વાંચો–-GLOBAL SUMMIT 2024 : ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે