+

Surat : મહાનગરપાલિકામાં  વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ જાહેર

અહેવાલ—આનંદ પટણી, સુરત  સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી બાદ વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિમાં પણ ભાજપ(bjp)ના પ્રદેશ અધ્યક્ષના કહેણ પ્રમાણે નો રિપીટેશન…
અહેવાલ—આનંદ પટણી, સુરત 
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી બાદ વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિમાં પણ ભાજપ(bjp)ના પ્રદેશ અધ્યક્ષના કહેણ પ્રમાણે નો રિપીટેશન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આજે ભાજપ દ્વારા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ 12 જેટલી સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ જાહેર થતાંની સાથે વિવિધ સમિતિ માટે દાવેદારી કરતા કોર્પોરેટરોના મોઢા પડી ગયા હતા.
surat
 વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ જાહેર કરવામાં આવ્યા
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. સંકલન બેઠકમાં ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત મનપાના પદાધિકારીઓની રેસમાં પાછળ રહી ગયેલા દાવેદારો દ્વારા સમિતિના અધ્યક્ષ પદ માટે પણ દાવેદારી કરવામાં આવી હતી. સમિતિ અધ્યક્ષ માટે કેટલાંક કોર્પોરેટરો દ્વારા લોબિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ લોબિંગથી વિપરિત નામો સમિતિ માટે જાહેર થતાં લોબિંગ કરનારા કોર્પોરેટરોના ચહેરા પડી ગયા હતા.
પાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
સમિતિ                              અધ્યક્ષ                        ઉપાધ્યક્ષ
આરોગ્ય                                નેન્સી શાહ                    દીપેશ પટેલ
જાહેર બાંધકામ                     ભાઈદાસ પાટીલ            કેતન મહેતા
પાણી સમિતિ                        હિમાંશુ રાવલજી             કુણાલ સેલર
ટાઉન પ્લાનિંગ                      નાગર પટેલ                    ઉષા પટેલ
સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક    સોનલ દેસાઇ                 રૂતા ખેની
ગટર                                       કેયુર ચોપટવાલા           સુધા પાંડે
કાયદા                                     નરેશ રાણા                  ભાવના સોલંકી
હોસ્પિટલ                                 મનીષા આહીર            કૈલાશ સોલંકી
ગાર્ડન                                      ગીતા સોલંકી                રાજેશ્રી મેસુરીયા
લાઈટ એન્ડ ફાયર                   ચિરાગ સોલંકી              નરેન્દ્ર પાંડવ
સ્લમ અપગ્રેડેશન                     વિજય ચોમલ               બનશું યાદવ
ટ્રાન્સપોર્ટ                                સોમનાથ મરાઠે            નિલેશ પટેલ
આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પક્ષ નેતા અને દંડક સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
આ ઉપરાંત આજે સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષ તરીકે હાજર એવી આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પક્ષ નેતા અને દંડક સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સુરત મનાપમાં વિરોધ પક્ષ નેતા તરીકે આમ આદમી પાર્ટીએ પસંદગીનો કળશ પાયલ સાકરિયા પર ઢોળ્યો હતો.. જ્યારે ઉપનેતા વિરક્ષ તરીકે મહેણ અણઘણ અને દંડક તરીકે રચના હીરપરાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
Whatsapp share
facebook twitter