+

સ્મીમેર હોસ્પિટલના MICU-1 ને તાળા લાગતા દર્દીઓ અટવાયા, ગરીબ દર્દીઓ અન્ય Hospital માં સારવાર કરાવવા થયા મજબૂર

સિવિલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ના વોર્ડ બંધ કરવાની નોબત આવી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ સિવિલની જેમ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સ્મીમેર હોસ્પિટલ…

સિવિલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ના વોર્ડ બંધ કરવાની નોબત આવી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ સિવિલની જેમ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ પરિવારો માટે આશીર્વદરૂપ હોય છે. હોસ્પિટલમાં હાલ શરૂ થયેલા બાંધકામે અહીંના તબીબો અને દર્દીઓ માટે હાલાકી ઉભી કરી દીધી છે. દર ચોમાસે શરૂઆતથી જ રોગચાળો સહિત અન્ય રોગો વધતા સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય છે. પરંતુ આ ચોમાસામાં ગરીબ દર્દીઓએ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્પ દંશ જેવી ગંભીર સારવાર નહીં થઈ શકેની માહિતી અપાઈ છે. જે બાદ ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને જિલ્લાના ખેતરોમાંથી આવતા દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દીઓને કરાયા રિફર

સુરત મહાનગપાલિકા સંચાલિત છે સ્મીમેર હોસ્પિટલ. જ્યાં હાલ ગંભીર પ્રકારની સારવાર કરવા આવતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્રની ફરજ પડી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા આઠ બેડના MICU-1 ને છેલ્લા એક અઠવાડિયાથી તાળા મારી દેવાતા દર્દીઓ પરેશાન થયા છે. ચોથા માળે ચાલી રહેલા બાંધકામને લીધે છતમાંથી પાણી ટપકતું હોવાથી MICU-1 ને બંધ કરવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝેર પીવાના કે સર્પ દંશ જેવા ગંભીર પ્રકારના કેસમાં MICU ની સારવાર આશિર્વાદરુપ સાબિત થાય છે. પરંતુ હાલ છેલ્લા એક અઠવાડિયાથી સ્મીમેર તંત્રએ MICU વોર્ડને બંધ રાખતા આખરે બહાર પૈસા ભોગવવાનો વારો દર્દીઓને આવ્યો છે.

સ્મીમેરમાં કુલ 125 જેટલા ICU બેડ

સ્મીમેર હોસ્પિટલમાં મોટા ભાગના કહો કે તમામ રોગ કહો, સારવાર તેના વોર્ડમાં કરવામાં આવે છે. જેમ કે મેડિસીન, રેસ્પેરેટરી મેડિસીન, સર્જરી, ગાયનેક, બાળરોગ સહિતના વિભાગો મળી સ્મીમેરમાં કુલ 125 જેટલા ICU બેડ છે. તેમા સૌથી વધુ કેસ મેડિસીન ICU માં આવતા હોવાનું ખુદ હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. જોકે, અન્ય વિભાગોની તુલનામાં મેડિસીન વિભાગના ICU બેડ વધારે હોય છે. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં MICU-1 અને 2 એમ 16 બેડના બે વોર્ડ કાર્યરત તો છે. પરંતુ એ હાલ નહીવત બરાબર છે કારણ કે સુવિધા હોવા છતાં લોકોએ પૈસા ખર્ચી અન્ય હોસ્પિટલ ખાતે જવું પડે છે. આઠ દિવસથી સતત હોસ્પિટલ તંત્ર દ્વારા MICU-1 ને તાળા મારી દેવાયા છે. હોસ્પિટલ સૂત્રોનું માનીએ તો સ્મીમેર હોસ્પિટલમાં વિભાગોનું હાલ બાંધકામ ચાલી રહ્યું છે.

હોસ્પિટલ બનાવવાના ચક્કરમાં ગરીબ દર્દીઓ અટવાયા

MICU-1 ની ઉપર પણ બાંધકામ ચાલી રહ્યું છે. જેને લીધે છતમાંથી સતત પાણી ટપકવાને લીધે MICU-1 ને બંધ કરી દેવો પડ્યો છે. જે હજી બીજા દસેક દિવસ સુધી ચાલુ થઈ શકશે નહી. આમ આધુનિક હોસ્પિટલ બનાવવાના ચક્કરમાં ગરીબ દર્દીઓ અટવાયા છે. કારણ કે સતત MICU-1 ની છતમાંથી પાણી ટપકવાની સમસ્યાનું કોઈ નીરાકરણ નહીં કાઢવામાં આવતા આખરે વોર્ડ બંધ કરાયો છે. સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશોના વોર્ડ બંધ કરવાના નિર્ણયે ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો – Surat : મુંબઇની 190 હીરાની કંપનીઓ સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરશે

આ પણ વાંચો – Surat : વામનકદ મહિલા માટે અભિશાપ બન્યું, પરીવારે તરછોડ્યા, વૃદ્ધાશ્રમ બન્યો આશ્રય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રાબિયા સાલેહ

Whatsapp share
facebook twitter