+

MEHSANA : લોકસભાની ચૂંટણી જાહેર છતાં પણ કોંગ્રેસ નિંદ્રામાં, ભાજપ પ્રમુખે કર્યો આવો કટાક્ષ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ છતાં મહેસાણા ( MEHSANA ) કોંગ્રેસ દ્વારા હજુ મુરતિયો નક્કી કરવામાં ઢીલ જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા તેજ ગતી…

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ છતાં મહેસાણા ( MEHSANA ) કોંગ્રેસ દ્વારા હજુ મુરતિયો નક્કી કરવામાં ઢીલ જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા તેજ ગતી એ પોતાનો પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસમાં મુરતિયો નહીં મળતું હોવાનું ખાસ મહેસાણા ( MEHSANA ) જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યો.

જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે….

મહેસાણા ( MEHSANA ) જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસને પોતાનો ઉમેદવાર મળતો નથી તેનું શીર્ષને સૂત્ર ઉમેદવાર પસંદગી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનો ઇનકાર પણ કરી રહ્યા છે, ત્યારે રણ મેદાનમાં કોને ઉતારવો તેની ઓઢવમાં કોંગ્રેસ મુકાય છે. જ્યારે ભાજપ કેન્દ્રના લોકોની સુખાકારી માટેના કામો આગળ કરી પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસે હાર પણ ભારી લીધી હોય તે એક પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

‘ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી’

ભાજપમાં હિતમાં જે કામો કરવામાં આવ્યા છે તેને લઈ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. જ્યારે કોંગ્રેસમાં ભાજપનો વિરોધ કરવા માટે કોઈ મુદ્દા રહ્યા નથી વિરોધ કરવાનો કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે હાર સ્વીકારી લીધી હોય તેવી સ્થિતિનું નિર્માણ મહેસાણા જિલ્લામાં થયું છે. પહેલા કોંગ્રેસ ભાજપના ઉમેદવારની રાહ જોઈતું હતું પરંતુ હાલમાં તો અમે અમારા ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ત્યારે મહેસાણા લોકસભા ઉમેદવાર તેમજ વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવામાં કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નથી.

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ખાસ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરી એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યું છે. તમામ લોકોને સાથે રાખી અને કોંગ્રેસ હૈ કમાન્ડ જે ઉમેદવાર જાહેર કરે તેને અમે જંગી મતદાન થી જીતાડીસુ. મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ લઈ કોંગ્રેસ જંગી મતોથી જીતશે એ નક્કી છે.

આ પણ વાંચો : Naroda police: કાનપુરથી હથિયારની ડિલિવરી કરવા આવતા શખ્સની નરોડા પોલીસે કરી ધરપકડ

Whatsapp share
facebook twitter