+

Surat : બોગસ પાનકાર્ડ અને આધાર કાર્ડ બનાવાના કૌંભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

અહેવાલ—આનંદ પટણી, સુરત  ઓનલાઇન માધ્યમથી બોગસ પાનકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર સાયબર ક્રાઇમના માસ્ટર આરોપીને આસામના કરીમગંજ ખાતેથી તથા અન્ય એક આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો…

અહેવાલ—આનંદ પટણી, સુરત 

ઓનલાઇન માધ્યમથી બોગસ પાનકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર સાયબર ક્રાઇમના માસ્ટર આરોપીને આસામના કરીમગંજ ખાતેથી તથા અન્ય એક આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઇકો સેલ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી દેશમાં ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર પર રોક લગાવવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે.

બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવતા

સુરત પોલીસને વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ઇકો સેલની ટીમ દ્વારા આધાર કાર્ડ કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ખોટા આઈ ડી. પ્રૂફ રજૂ કરીને લોન મેળવામાં આવી હતી જે મામલે આગાઉ 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે આધાર કાર્ડ કૌભાંડ મામલે સુરત પોલીસને વધુ 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. બનાવટી આધારકા્ડ અને ચૂંટણી કાર્ડ નકલી બનાવીને આરોપીઓ કૌભાંડ ચલાવતા હતા તેમજ બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હતા.

પ્રિન્સ હેમંત પ્રાસાદની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો

સુરત પોલીસે ગંભીરતા જોઈને તપાસ તેજ કરી હતી. ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય ઇસમોની સંડોવણી સામે આવી હતી. અગાઉ પકડાયેલ આરોપી પ્રિન્સ હેમંત પ્રાસાદની પૂછપરછ કરતા વેબ સાઇટ અને અને પોર્ટલ પર બોગસ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની વાત તપાસમાં સામે આવી હતી.

બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર માસ્ટર માઈન્ડ આરોપી અમીરું હબ ખાનની ધરપકડ

ahk વેબ સોલ્યુશન નામની સાઇટ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હતા. ત્યારે આ મામલે સુરત પોલીસ દ્વારા બોગસ આધાર કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર માસ્ટર માઈન્ડ આરોપી અમીરું હબ ખાનની ધરપકડ કરાઈ છે. ત્યારે આ બાબતે તપાસ કરતા અન્ય એક ઇસમ જે બેંગ્લોરમાં રહે છે જેનું નામ પૃથ્વીરાજ સાગર છે આ ઇસમ પણ ટેકનિકલ બાબતે સપોર્ટ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની પણ સંડોવણી પણ સામે આપતા અન્ય એક આરોપી ની પણ ધરપકડ કરાઈ છે.

બોગસ આધાર, ચૂંટણી કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માત્ર રૂપિયા 15 અને 25 અને 50 રૂપિયાના બનાવ્યા

મહત્વની વાત એ છે બોગસ આધાર, ચૂંટણી કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માત્ર રૂપિયા 15 અને 25 અને 50 રૂપિયાના બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગે ગેંગે ખોટા ડોક્યુમેન્ટ. રજૂ કરીને બેંકમાંથી લાખો રૂપિયાની લોન લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે સુરત પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે. સુરત ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું આધાર કાર્ડ કૌભાંડ. પકડાયેલા આરોપી દ્વારા આસામ નીલમ બજારમાંથી રેકેટ ચાલતું હતું અને જે બાંગ્લાદેશથી 20 કિલો મીટર દૂર છે. આરોપી AHK વેબ સોલ્યુશન નામની સાઈટ ચલાવતો હતો.

આ પણ વાંચો—-PORBANDAR : પ્રેમ સંબંધમાં પત્નીએ જ પ્રેમી સાથે મળી કરી હતી યુવકની હત્યા

Whatsapp share
facebook twitter