+

જૂનાગઢ, માતર, ડભોઈ ખાતે “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત આગામી તા. 9 થી 31 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દેશભરના 2.5…

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત આગામી તા. 9 થી 31 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દેશભરના 2.5 લાખથી વધુ ગામની માટીને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના દરેક ગામો આ અભિયાન ચાલી રહ્યું છે.

Mari Mati Maro Desh program

જૂનાગઢ

જૂનાગઢ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ અને શીલા ફલકમ કાર્યક્રમ યોજાયો, મનપા કચેરી થી શહીદ પાર્ક સુધી તિરંગા યાત્રા સાથે કળશ યાત્રા યોજાઈ, શહેરના તમામ વોર્ડમાંથી એકત્રિત કરેલી માટીના કળશ શહીદ પાર્ક ખાતે વાજતે ગાજતે લાવવામાં આવ્યા, જે માટીનો કળશ દિલ્હી મોકલવામાં આવશે, શહીદ પાર્ક ખાતે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા, આ કાર્યક્રમમાં ખ્યાતનામ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં દેશભક્તિસભર સાહિત્ય રજૂ કર્યું હતું.

Mari Mati Maro Desh program

માતર

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને માતર ધારાસભ્યશ્રી કલ્પેશ પરમારની મુખ્ય ઉપસ્થિતિમાં એન.સી.પરીખ હાઈસ્કુલ, માતર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો. મંત્રી શ્રી દેવુંસિંહ ચૌહાણે શીલાફલકમ સમર્પણ કરી માતરના શહીદ પરિવાર, નિવૃત્તવીરો અને અંગદાન કરનાર પરિવારનું સન્માન કર્યુ હતું. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌને પંચપ્રણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વસુધા વંદના અન્વયે અમૃત વાટિકામાં ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા. ઉપરાંત માતર પોસ્ટ વિભાગ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની જાણકારી આપવામાં આવી તથા આઇસીડીએસ વિભાગ દ્વારા મિલેટ્સ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Mari Mati Maro Desh program

ડભોઈ

‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં હાલ તાલુકા કક્ષાના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે ડભોઈના તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ અને કલેક્ટરશ્રી અતુલ ગોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં હાજર સૌ લોકોએ એક મુઠ્ઠી માટી હાથમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત અમૃતકાળના પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠીભર માટી સાથે સામૂહિક પ્રતિજ્ઞા લીધા બાદ આ માટી અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ટેલીવુડની લોકપ્રિય ANUPAMA SERIAL ફેમ RUPALI GANGULY એ AMBAJI TEMPLE ના દર્શન કર્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter