+

Mansa : 21મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે જાતિવાદનું ઝેર

Mansa : આજે એક તરફ ભારત ચાંદ સુધી પહોંચ્યું છે અને દુનિયાને ચોંકાવી રહ્યું છે, તે જ ભારતમાં આજે પણ ગામડાઓની સ્થિતિમાં કોઇ સુધારો (Improvement) થયો હોય તેવું જોવા નથી…

Mansa : આજે એક તરફ ભારત ચાંદ સુધી પહોંચ્યું છે અને દુનિયાને ચોંકાવી રહ્યું છે, તે જ ભારતમાં આજે પણ ગામડાઓની સ્થિતિમાં કોઇ સુધારો (Improvement) થયો હોય તેવું જોવા નથી મળી રહ્યું. વિકાસ (Development) ની મોટી મોટી વાતો તો બહુ થઇ રહી છે પણ ગામડાઓમાં આજે પણ જાતિ વિષયક શબ્દો (caste-related words) બોલી ધુતકારવામાં આવે છે. તાજો દાખલો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ (Chadasana village) માં જોવા મળ્યો છે. જ્યા એક વરરાજા (Groom) ને ઘોડી પરથી ઉતારીને જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

The groom was beaten up on the occasion of a wedding in Mansana's Chadasana village

ઘોડી પરથી ઉતારી વરરાજાને જાનથી મારી નાખવાની ધમકી

માણસા તાલુકાના ચડાસણા ગામે એક એવી ઘટના બની જેણે એકવાર ફરી આપણા દેશના ગામડાઓની માનસિકતાને ઉજાગર કરી દીધી છે. અહીં જાન લઈને પહોંચ્યા બાદ વર પક્ષે ડીજે સાથે વરરાજાને ઘોડી ઉપર બેસાડ્યો હતો. વરઘોડો ગામની દૂધની ડેરી પાસે પહોંચ્યો ત્યા જ અજાણ્યો વ્યક્તિ બાઈક પર આવ્યો અને વરરાજાની ફેટ પકડીને નીચે ઉતારી વરઘોડો નહી કાઢવા ધમકી આપી હતી. થોડીવાર પછી અન્ય ત્રણ વ્યક્તિઓ ત્યાં આવ્યા અને જાતિવિષયક શબ્દો ઉચ્ચારી ઘોડીવાળા તેમજ સાઉન્ડવાળાને ધમકી આપી જતા રહેવા કહ્યું હતું. અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વર પક્ષના શખ્સ યોગેશભાઈ ચાવડાને લાફો મારી દીધો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. સમગ્ર મામલે સંજયકુમાર ચાવડા કે જેઓ વરરાજાના પિતરાઈ ભાઈ છે જેમણે માણસા પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

The groom was beaten up on the occasion of a wedding in Mansana's Chadasana village

નીચી જાતિનો ગણાવીને વરરાજાને માર્યો માર

સમગ્ર મામલે એક શખ્સે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ગામના લોકોએ વરઘોડો નહીં કાઢવા બાબતે વરરાજા તેમજ જાનૈયાઓ સાથે બોલાચાલી કરી હતી. તેટલું જ નહીં જ્યારે વર પક્ષે આ અંગે સવાલો કર્યા કે તમે આવું કેમ કરો છો તો તેમણે જાતિવિષયક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાત વધતા જ સમગ્ર મામલો માણસા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યા વરરાજા પર હુમલો કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સૌથી મોટી વાત અહીં એ છે કે, જ્યારે એક તરફ દેશ વિકાસના રસ્તે દુનિયાને પછાડી રહ્યો છે તેવા માહોલ વચ્ચે આજે પણ લોકો પોતાની માનસિકતાને બદલી શક્યા નથી. આ જોતા સવાલો ઉભા થાય છે કે, 21મી સદીમાં પણ જાતિને લઈને આવો મતભેદ કેમ? કયાં સુધી આવી માનસિકતાને લઈને લોકો ભોગ બનશે? જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનારને કડક સજા ક્યારે?

આ પણ વાંચો – Qatar ના મુદ્દા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil એ વડાપ્રધાનના તારીફોના ફૂલ ગુંથ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter