Vadodara: ગુજરાતના અત્યારે પ્રગતિના પંથે છે અને અનેક કાર્યો થઈ રહ્યા છે. પરંતુ સ્માર્ટ સિટી વડોદરા (Vadodara)માં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. મળતી વિગતો પ્રમાણે મુનશી વુડાના મકાનોમાં ડ્રેનેજના પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, સન ફાર્મા રોડ ઉપર મુનશી વુડાના મકાનો આવેલા છે. અત્યારે શિયાળામાં પણ ચોમાસા જેવા કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં વુડાના મકાનોમાં રહેતા 700થી વધુ પરિવારનો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. આ સાથે જે ભારતનું ભાવિ ભવિષ્ય છે તે બાળકોને શાળાએ જવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ડ્રેનેજના પાણી મકાનોના વિજ મીટરો સુધી પહોંચી ગયા
મળતી વિગતો પ્રમામે આ મામલે અનેકવાર પાલિકામાં અને વોર્ડ નંબર 10 માં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આમલો કોઈ નિરાકરણ આવતું નથી. જેથી લઈને રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ડ્રેનેજના પાણી મકાનોના વિજ મીટરો સુધી પહોંચી ગયા છે. આગામી ચૂંટણીને લઈને સ્થાનિકોમ રોષ જોવા મળી રહ્યો છે. એટલું નહીં પરંતુ સ્થાનિકોએ વોટ માગવા આવતા કોર્પોરેટરના બહિષ્કારની ચીમકીઓ પણ ઉચ્ચારી છે. સ્થાનિકોએ કહ્યું કે, ‘અમારા વિસ્તારમાં કોઈને ઘુસવા નહીં દઈએ. બાળકો ટાઈફોડ, મેલેરિયા જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. ગટરનું પાણી અને પીવાનું પાણી એક સાથે આવે છે.’
પ્રાથમિક સુવિધાના અભાવને લઈને ભારે હાલાકી
સ્થાનિકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં અને કોર્પોરેટર ને કહેવા છતાં કોઈ જોવા આવતું નથી. આ સાથે સ્થાનિકોએ કોર્પોરેટર વિરુદ્ધ નાળા પણ લગાવ્યા હતાં. આ વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાના અભાવને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ વોટ માગવા આવતા કોર્પોરેટરના બહિષ્કારની ચીમકીઓ પણ ઉચ્ચારી અને કોર્પોરેટર વિરૂદ્ધમાં નારા પણ લગાવ્યા હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ