ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સેકટર 23 ની એસ કે પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ (MBA) દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે કેમ્પસ પ્લેસમેન્ટ આપવામાં છેલ્લા પચીસ વર્ષ થી મોખરે છે. આ સંસ્થા એ તેના તમામ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે અગ્રણી કોર્પોરેટ કંપની માં કામ કરવાની તક પૂરી પાડી ને સફળતા પ્રાપ્ત કરી છે.
આ મલ્ટિનેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને અનેક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ સ્થાન અપાવી તેમની ઉજ્જવળ કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવે છે.
- Asian Paints, P&G, Kellogg’s (Khimji Ramdas), Pepsico (Varun Beverages), કોલગેટ પામોલીવ ( ઇન્ડિયા), ટોરેન્ટ પાવર, બર્જર પેઇનટ્સ (ઇન્ડિયા), Decimal Point Analytics, Paytm, Divyaportfolio, QX Global Group, Astral Pipes, IRM Energy, Nerolac, Reliance, Adani, IDFC Bank, Flipkart (Yantra), Bandhan Bank, S&P Global, Cease Fire, ICICI Bank, Simform Solutions, Byju, Spectra Fuel, AU finance bank ltd, યસ બેંક, Shalby Hospitals, Housing.com, Swiggy, Indusind Bank, HDFC Bank. Axis Bank, Torrent Pharma, HSG Hospital, Kotak Bank, IDBI Bank, Just dial, ICICI Securities, Mansukh Securities, Sintex, , One Advertisement
વિશ્વભરના મોટા કોર્પોરેટમાં નોકરીની તકો
આ સંસ્થાના અનેક વિદ્યાર્થીઓ આજે અનેક બહુરાષ્ટ્રીય કંપની માં ઉચ્ચ સ્થાને રહી ને સંસ્થા નું નામ વિશ્વ કક્ષાએ રોશન કરેલ છે. મજબૂત ઉદ્યોગ અને શૈક્ષણિક જોડાણનું વિઝન ધરાવતા ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન ડો. ભાવિન પંડયાના સક્ષમ નેતૃત્વ અને પ્લેસમેન્ટ Incharge ડો. કૃપા મહેતા ના અથાગ અને અવિરત પ્રયાસો, તેમજ કટીબદ્ધ ફેકલ્ટી ટીમ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક અભ્યાસક્રમની ઉદ્યોગજગત સાથે સુસંગતતા એ સંસ્થાના વિદ્યાર્થીઓને વિશ્વભરના મોટા કોર્પોરેટ નોકરી મેળવવાની તક આપી છે.
- સર્વ વિદ્યાલય કેળવણી માંડળ કડી અને ગાંધીનગર ના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલય પ્રેસીડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલે સંસ્થાના આ પ્રયાસોને બિરદાવ્યા હતા અને ઉતરોતર એમાં પ્રગતિ થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન