+

જૂનાગઢના હવામાન નિષ્ણાંતની આગાહી, આગામી ચોમાસું સારૂં રહેશે

અહેવાલ -સાગર ઠાકર -જૂનાગઢ જૂનાગઢના હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે આગામી ચોમાસું સારૂં રહેશે, ચૈત્ર માસની વદ પાંચમ થી તેરસ સુધી ચૈત્રી દનૈયા હોય છે અને ચૈત્રી દનૈયાના વિશ્લેષણના…

અહેવાલ -સાગર ઠાકર -જૂનાગઢ

જૂનાગઢના હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે આગામી ચોમાસું સારૂં રહેશે, ચૈત્ર માસની વદ પાંચમ થી તેરસ સુધી ચૈત્રી દનૈયા હોય છે અને ચૈત્રી દનૈયાના વિશ્લેષણના આધારે આ આગાહી કરવામાં આવી છે, દેશી વિજ્ઞાન સાથે વૈજ્ઞાનિક ઢબે આ આગાહી મોટા ભાગે સાચી પડતી હોય છે.

ભારતીય ખગોળ વિજ્ઞાન પુરાણું અને સચોટ છે, વિશ્વને શુન્યની ભેંટ આપનાર આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓના કારણે ભારતીય ખગોળ વિજ્ઞાનનો આધાર લઈને વિશ્વના અનેક દેશોએ ખગોળક્ષેત્રે પગલાં માંડ્યા છે, ભારતમાં હવામાનને લઈને બે મુખ્ય એજન્સીઓ કાર્યરત છે, ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અને ખાનગી ક્ષેત્રે સ્કાયમેટ કાર્યરત છે, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે, એટલે સ્વાભાવિક રીતે હવામાન સંબંધિત જાણકારીની આપણે જરૂરીયાત રહેતી હોય છે,

આજના યુગમાં હવામાન સંબંધિત જાણકારી અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે, આધુનિક યુગમાં એવીએશન, નેવિગેશન અને સ્પેસ ટેકનોલોજી ને પણ હવામાન અને વાતાવરણ સંબંધિત જાણકારી નો ઉપયોગ કરવો પડે છે. હવામાન વિભાગ ખેડૂતો માટે કૃષિ સંબંધિત જાણકારી આપે છે સાથોસાથ વૈજ્ઞાનિકો, અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓ માટે પણ હવામાન સંબંધિત જાણકારી ઉપયોગી થતી હોય છે.

આજે હવામાન સંબંધિત જાણકારી અનેકવિધ રીતે ઉપયોગી અને જરૂરી છે, જૂનાગઢમાં વસતાં ખેડૂત પુત્ર પરેશભાઈ ગૌસ્વામીએ બીઆરએસ એગ્રીનો અભ્યાસ કર્યો છે અને પોતે એક હવામાન નિષ્ણાંત પણ છે અને ચૈત્રી દનૈયાના આધારે તેઓ આગાહી પણ કરે છે.

ચૈત્રી દનૈયા શું છે.. તેના લક્ષણો શું છે.

ચૈત્ર માસમાં વદ પાંચમ થી તેરસ એટલે કે આઠ દિવસ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે, આ આઠ દિવસ દરમિયાન હવામાન જોવામાં આવે છે, હવામનના જે લક્ષણો જોવા મળે છે તેના પરથી આવનારૂં વર્ષ કેવું જશે તે નક્કી કરવામાં આવે છે, જે આઠ નક્ષત્ર છે તેમાં કેવો વરસાદ થશે તે નક્કી કરવામાં આવે છે,

ચૈત્રી દનૈયા કઈ રીતે જોવામાં આવે છે…

ચૈત્રી દનૈયા જોતી વખતે વાતાવરણ ચોખ્ખું હોવું જોઈએ, ક્યાંય વરસાદ કે માવઠું ન હોવું જોઈએ, વધુ પડતું તાપમાન ઝાકળ વાદળછાયું વાતાવરણ ન હોય તો એ ચૈત્રી દનૈયા સારાં ગણવામાં આવે છે, ચાલુ વર્ષે ચૈત્રી દનૈયા દરમિયાન સમગ્ર રાજ્યમાં એકંદરે વાતાવરણ સારૂં રહ્યું છે તેથી આ વર્ષે ચૈત્રી દનૈયા સારાં ગયા છે એટલે વર્ષ સારૂં રહેશે

આ તો દેશી વિજ્ઞાનની વાત થઈ પરંતુ ચાલુ વર્ષે કેવી આગાહી…

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મુખ્ય ચાર પેરામીટર છે, બે લાંબા ગાળાના બે ટૂંકા ગાળાના, જેમાં અલનીનો અને લાનીનો લાંબા ગાળાના અને એમજેઓ અને આઈઓડી ટૂંકા ગાળાના પેરામીટર છે, આ ચાર વૈજ્ઞાનિક પેરામીટર ના આધારે પણ ચાલુ વર્ષ સારૂં રહેશે તેવું અનુમાન છે, ચાલુ વર્ષે અલનીનો પ્રસ્થાપિત થવાની સંભાવના છે, અલનીનો એટલે ગરમ પાણીના પ્રવાહ, દરીયાઇ તાપમાન ઉંચુ જાય ત્યારે પ્રથમ પેસેફિક મહાસાગરનું પાણી ગરમ થાય તે હિન્દ મહાસાગર અને બાદમાં અરબી સમુદ્ર સુધી પહોંચે છે તે અલનીનો ના લક્ષણો છે જેના કારણે વરસાદી સિસ્ટમ બંધાતી નથી, પરંતુ ચાલુ વર્ષે અલનીનો ની પરિસ્થિતિ હોવા છતાં આઈઓડી ઈન્ડીયન ઓસન ડાયપોલ નું પેરામીટર પોઝીટીવ ફેઝમાં હોવાથી ચોમાસું સારું રહેવાની સંભાવના છે.

ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે એટલે કે ૯૬% રહેશે જે વરસાદને સામાન્ય કહેવાય છે પરંતુ ખેતી માટે આ વરસાદ સારો ગણાય છે તેથી ખેડૂતોએ વરસાદને લઈને ચિંતિત થવાની જરૂર નથી.

ચાલુ વર્ષે ૨ જૂન થી ૧૦ ઓક્ટોબર સુધી ચોમાસું રહેવાની સંભાવના છે, જૂન મહિનામાં બે તબક્કામાં વાવણીલાયક વરસાદ થશે, ઓગસ્ટ મહિનામાં વરસાદ સામાન્ય રહેશે, ૧૫ થી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થશે આમ સરેરાશ ખેતી માટે સારો વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેશે, એટલે એકંદરે ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહેશે તેવું અનુમાન જૂનાગઢના હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવ્યું છે.

આપણ  વાંચો-ક્રિકેટ પ્રેમીઓ હવે મેદાનને બદલે બોક્સ ક્રિકેટ તરફ વળ્યા, જૂનાગઢમાં વધ્યો ક્રેઝ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter