જૂનાગઢ (junagadh)માં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાતાર રોડ પર કડિયાવાડ નજીક 3 માળનું એક બિલ્ડીંગ ધરાશયી થઇ ગઇ. અનેક લોકો બિલ્ડીંગ નીચે દબાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ પડવાની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. અહીં શાકમાર્કેટ આવેલી હોવાથી દરરોજ લોકો આવતા હતા.
4 જેટલા અત્યારે મૃતદેહ મળ્યા :જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા#Junagadh #buildingcollapsed #gujaratfirst #breakingnews #ndrfteam #RescueOperation@JunagadhGog @collectorjunag @DdoJunagadh@Sanjay_Koradia @RaghavjiPatel @rajeshchudasma@GirishMKotecha pic.twitter.com/JpC2zKHRiZ
— Gujarat First (@GujaratFirst) July 24, 2023
4 જેટલા મૃતદેહ મળ્યા
દરમિયાન ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમે બિલ્ડીંગના કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. આ લખાય છે ત્યારે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે 4 જેટલા મૃતદેહ મળ્યા છે અને હજું તપાસ ચાલું છે.
ઈમારત બહાર મહિલાઓ શાકભાજી વેચતી
દાતાર રોડ શાકમાર્કેટ પાસે ઘણા સમયથી ઈમારત જર્જરિત હતી. આ બિલ્ડીંગ બહાર મહિલાઓ શાકભાજી વેચવાનું કામ કરતી હતી અને રિક્ષા ચાલકો પણ અહીં ઉભા રહેતા હતા. મહિલાઓ પોતાના બાળકો સાથે અહીં શાકભાજી વેચવાનું કામ કરતી હતી ત્યારે આ લોકો આ ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની પ્રબળ શક્યતા હોવાનું સ્થાનિક મહિલા પાસેથી જાણવા મળ્યું છે. અહીં ખુબ સાંકડો રસ્તો હતો.
આ પણ વાંચો—JUNAGADH : દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા