+

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો વધ્યો ત્રાસ, તંત્ર ઘોર નિંદ્રામાં

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડુક્કર (Pig) નો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એરપોર્ટ જેવા વિસ્તાર પર ડુક્કરો (Pigs) નું દેખાવું ચિંતાનો વિષય છે.…

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડુક્કર (Pig) નો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એરપોર્ટ જેવા વિસ્તાર પર ડુક્કરો (Pigs) નું દેખાવું ચિંતાનો વિષય છે. તાજેતરમાં 5થી 6 જેટલા ડુક્કર એરપોર્ટ પરિસર (airport premises) માં આંટાફેરા કરતા દેખાયા છે. આ પહેલા પણ ડુક્કરોનું ટોળું પરિસરમાં ઘૂસી ગયું હતું. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. સૌથી મોટી વાત એ છે કે, અગાઉ બફેલો હિટ જેવી ઘટના બનેલી છે જેનાથી પણ એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) હજુ સુધી કોઇ શીખ લેતું હોય તેવું જોવા મળી રહ્યું નથી.

એરપોર્ટ પરિસરમાં દુનિયાભરના લોકો અવર-જવર કરતા હોય છે ત્યારે પરિસરમાં કોઇ જાનવર ફરતું હોય તો તેનાથી એરપોર્ટ ઓથોરિટીની કાર્ય પ્રણાલી પર પણ સવાલો ઉભા થાય છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરના દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પરિસરમાં ડુક્કરના ફરવાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડુક્કર જેવું પ્રાણી જ્યારે પરિસરમાં ફરતું હોય ત્યારે યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ઘણા સવાલો ઉભા થઇ જાય છે.

આ પણવાંચો – Surat : કરોડોના ખર્ચે તૈયાર થયેલા તળાવની હાલત કફોડી

આ પણવાંચો – Surat : ઇચ્છાપોર નજીક મહિલા કારચાલકે છોટા હાથીને અડફેટે લેતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત

આ પણવાંચો – Surat : ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ…’, ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા

Whatsapp share
facebook twitter