+

સુરતમાં સગીર વયના કિશોરો સાયકલ ચોરીના રવાડે ચઢ્યા

અહેવાલ – રાબિય સાલેહ સુરત શહેરમાં સાયકલ ચોરીની ઘટના વધી હોય એવી બુમ પડી હતી, સુરત શહેરના વિવિધ ઝોનમાં મૂકેલી સાઇકલો ચોરી થઈ જતી હતી. તેમાં પણ સુરતના પાંડેસરા અને…

અહેવાલ – રાબિય સાલેહ

સુરત શહેરમાં સાયકલ ચોરીની ઘટના વધી હોય એવી બુમ પડી હતી, સુરત શહેરના વિવિધ ઝોનમાં મૂકેલી સાઇકલો ચોરી થઈ જતી હતી. તેમાં પણ સુરતના પાંડેસરા અને ખટોદરા વિસ્તારમાં સગીર વયના કિશોરો પાસે મોંઘી ધાટ સાયકલ હોવાની ચોરોને જાણ થતાં તેઓ ત્યાં ચોરી કરાવતા અને ત્યાર બાદ તેને છૂટી કરી વેચી મારતા, હાલ સાયકલ ચોરી કરતા શખ્સની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરભાઈના કિશોરની પણ પોલીસ દ્વારા અટકાયત કરી,16 જેટલી ચોરીની સાઇકલો કબજે કરવામાં આવી છે.

સુરત ના ખટોદરા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ ના આધારે ખટોદરા પોલીસે આરોપીઓ પાસેથી 1.16 લાખની સાયકલ કબજે કરી છે. સુરતના ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં વિવિધ પ્રકારની સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ ત્રણ જેટલા આરોપીને પકડી ખટોદરા પોલીસે સાયકલ ચોરી ના ગુનાઓના ભેદ ઉકેલી કાઢયો છે. સુરત શહેરના ખૂણે ખૂણે અને ખાસ કરીને બે ઝોનમાં એટલે કે ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં સાયકલ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેને લઇ પાંડેસરા અને ખટોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે સાયકલ ચોરી કરાવતા શખ્સ સહિત બે સગીરોને ઝડપી હાલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસો થી સુરત શહેર ના પાંડેસરા અને ખટોદરા પોલીસ ચોપડે સાયકલ ચોરી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે સાઇકલ ચોરી ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે બાદ સાયકલ ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવા બંને પોલીસ મથકોની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ખંગળવાનું શરૂ કરાયું,પરિણામે પોલીસ ની મહેનત રંગ લાવી,અને પોલીસ સર્વેલન્સની મદદ થી તપાસ હાથ ધરવામાં આવી.

પોલીસ ની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં બે સગીર વયના કિશોરો સાયકલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસ ને ફરી ચોરી થવાની ચોક્કસ બાતમી મળી હતી,જેના આધારે ખટોદરા પોલીસની ટીમ દ્વારા સાયકલ ચોરી કરતા બે સગીરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને સગીરોની પૂછપરછ માં વિક્રમ ઉર્ફે વીકી સ્વાઈ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. પાંડેસરા ના રાધેશ્યામ નગરમાં રહેતો આ શખ્સ બંને સગીરો પાસે સાયકલ ચોરી કરાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેથી આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી સ્વાઈની ધરપકડ કરી પોલીસે સાયકલ ચોરીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયકલ ચોરી કરાવનાર વિક્રમ ની ખટોદરા પોલીસ દ્વારા કડક પુછપરછ હાથ ધરવામાં આવી હતી,ચોરીની તમામ સાયકલો ભટાર ખાતે આવેલ કચરાના પ્લાન્ટ પાછળ સંતાડવામાં આવી હોવાની આરોપી એ કબુલાત કરી હતી. જે બાદ આરોપી એ બતાવેલ સ્થળે તપાસ કરતા ચોરીની 16 જેટલી સાયકલો મળી આવી હતી.વધુમાં આરોપીઓ પાસેથી ખટોદરા પોલીસ દ્વારા 1.16 લાખની મત્તાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ પૂછપરછ માં આરોપીએ જણાવ્યું હતું કે પોતે બંને સગીર વયના કિશોરો પાસે સાયકલો ચોરી કરાવે છે. ત્યારબાદ ચોરીની સાયકલ એક જગ્યા ઉપર ભેગી કરી વેચી મારે છે. આ સાયકલ ચોરી નું રેકેટ છેલ્લા અઢી મહિનાથી ચલાવવામાં આવતું હોવાની પણ આરોપી વિક્રમે કબૂલાત કરી હતી.

હાલ સુરતમાં સગીર વયના કિશોરો સાયકલ ચોરીના રવાડે ચઢયા છે.બાળકો ચોરીના આવા ગુના કરતા હોય અને માતા પિતાને આ બાબતની જાણ શુદ્ધા ન હોય તે ખૂબ જ દુઃખની બાબત હોવાનું એસીપી ઝેડ.આર.દેસાઇ એ જણાવ્યું હતું.આ ઘટના પર થી એટલુજ કહી શકાય કે પોતાના બાળકો ક્યાં અને કયા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની પૂરતી જાણકારી પણ માતા પિતાએ રાખવી જરૂરી છે.. જેથી કરી પોતાના બાળકો ગેરમાર્ગે ન જાય તેની પણ કાળજી લેવી જોઈએ.

હાલ તો પોલીસે સાયકલ ચોરીના આ રેકેટમાં બંને સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી પાંડેસરા અને ખટોદરા પોલીસ ચોપડે નોંધાયેલા સાયકલ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે.

આ પણ વાંચો – Gandhinagar : હર્ષભાઇ સંઘવીએ ST ડેપોની કરી ઓચિંતી મુલાકાત, નાગરિકોને કરી આ અપીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter