+

ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજને થયું નુકસાન, પતરાનો એક ભાગ ખુલી ગયો

છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. જેની અસર ઘણા વિસ્તારોમાં થઇ જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ…

છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. જેની અસર ઘણા વિસ્તારોમાં થઇ જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ છે. જીહા, અહીં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઇ છે. મળતી માહિતી અનુસાર, ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજનો પતરાનો એક ભાગ ખુલી ગયો છે. ઉપરાંત પાછળના ભાગે પણ પતરાનો એક ભાગ ખુલી ગયો છે.

પવનના કારણે વિધાનસભાનો ગુંબજનું પતરું ખુલી ગયું

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર ચાલુ થઇ ગયો છે. રાજ્યમાં લગભગ મોટાભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંની આગાહી કરાઈ છે. હાલ ગુજરાતમાં અનેક સ્થળોએ સુસવાટા ભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ છે. વિધાનસભાના ગુંબજનું પતરુ ભારે પવનના કારણે ખુલી ગયુ છે. પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલ્યો થઇ ગયો છે. જોકે, આ ઘટનામં કોઇ પણ પ્રકારની જાનહાનિ કે કોઇને ઈજા થઇ નથી.

ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી

વળી અહીં ભારે પવનના કારણે સચિવાલય સંકુલમાં ઘણા વૃક્ષ ધરાશાયી થયા છે. જોકે, તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે. પવનની ગતિ કેટલી હશે તે તમે સમજી શકો છો કે વૃક્ષ તેના મૂડિયા સહિત જમીનમાંથી ઉખડી ગયું હતું. જોકે, તેને દૂર કરી દેવામાં આવેલ છે.

ઉનાળામાં કમોસીમ વરસાદે ઠંડીનો કરાવ્યો અહેસાસ

રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર વાહનચાલકો તેમનું વાહન ધીમે ચલાવતા જોવા મળ્યા હતા. ભર ઉનાળે વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી તો રાહત મળી જ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો – નવા ભારતની અવકાશમાં મોટી છલાંગ, ISRO એ નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter