+

ભાવનગર ડમીકાંડને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં…

Dummy Candidate Scam : વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના ઉજાગર થયેલા કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. SIT ના ગઠન બાદ તપાસ તેજ બની છે ત્યારે આ મામલે ભાવનગર પોલીસે…

Dummy Candidate Scam : વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના ઉજાગર થયેલા કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. SIT ના ગઠન બાદ તપાસ તેજ બની છે ત્યારે આ મામલે ભાવનગર પોલીસે કરાઈ એકેડમી ખાતે તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાને ઝડપી પુછપરછ શરૂ કરી છે તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર આક્ષેપો કરનારા તેમના જ મિત્ર બિપિન ત્રિવેદીનો પણ ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસે કબ્જો લઈ પુછપરછ શરૂ કરી છે. હવે આ બંનેની પુછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.

ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરિય બેઠક

ડમી ઉમેદવાર કૌભાંડને લઈના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે ભાવનગર ડમીકાંડને લઈ ગાંધીનગરમાં બેઠક આજે એક ઉચ્ચ સ્તરિય બેઠક મળી છે. ડમીકાંડ મુદ્દે પોલીસ દ્વારા એક સપ્તાહથી કાર્યવાહી થઈ રહી છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ATS ના DIG દીપેન ભદ્રન અને ભાવનગર રેન્જ IG સાથે ઉચ્ચસ્તરીય બેઠક મળી છે.

કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PSI ની અટકાયત

ભાવનગર પોલીસે 36 આરોપીઓ સામે નોંધેલી ફરિયાદમાં 30માં નંબરના આરોપી સંજય પંડ્યા કરાઈ એકેડમી ખાતે પીએસઆઈની તાલીમ લઈ રહ્યો હતો જેની ભાવનગર પોલીસે કરાઈ એકેડમી ખાતેથી અટકાયત કરી હતી. સંજય પંડ્યા પર આરોપ છે કે તેણે વર્ષ 2022માં લેવાયેલી ક્લાર્ક એન્ડ ઓફિસ આસિ.ની પરીક્ષામાં અક્ષર બારૈયાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે બેસીને પરીક્ષા આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સંજય પંડ્યા હોનહાર વિદ્યાર્થી છે અને ભરતી પરીક્ષામાં સંજય પંડ્યાનો જનરલ કેટેગરીમાં 43મો રેન્ક મેળવ્યો હતો ત્યારે સંજયની પુછપરછમાં વધારે ખુલાસાઓ થાય તો અનેકના નામ ખુલી શકે છે. ડમી કૌભાંડમાં સંડોવાયેલ અને કરાઈ માં PSI ની ટ્રેનિંગ લેનાર સંજય પંડ્યાને કરાઈ ટ્રેનિંગ સેન્ટર છુટ્ટો કરી શકે છે.

Dummy Candidate Scam

Dummy Candidate Scam

યુવરાજસિંહ સામે તોડનો આરોપ

યુવરાજસિંહ જાડેજા દ્વારા પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું જેમાં તેમણે અનેક નામોના ખુલાસાઓ કરી ચકચાર જગાવી છે પણ બીજી તરફ તેમના જ મિત્ર અને જુના સાથી બિપીન ત્રિવેદી દ્વારા યુવરાજસિંહ દ્વારા નામ જાહેર નહી કરવા માટે રૂપિયાનો તોડ કરવામાં આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતો એક સ્ટિંગ ઓપરેશનો વીડિયો સામે આવતા શિક્ષણ જગતમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

બિપીન ત્રિવેદીની પુછપરછ

આ મામલાની તપાસ કરવા ભાવનગર પોલીસ દ્વારા રચવામાં આવેલી SIT એ ગઈકાલે રાત્રે યુવરાજસિંહ પર તોડનો આરોપ કરનારા બિપીન ત્રિવેદીને ભાવનગર પાસેના સિહોરથી કબજો લીધો હતો. 10 દિવસ બાદ બિપીન ત્રિવેદી ચિત્રમાં આવ્યા છે. હવે તેની પુછપરછમાં ઠોસ પુરાવા મળશે તો યુવરાજસિંહ જાડેજા સામે પણ કાર્યવાહીની શક્યાતા નકારી શકાય નહી. બીજી તરફ જો કોઈ ચોક્કસ પુરાવા નહી મળે તો શું થશે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો : તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવો યુવરાજને અણસાર હતો ?

Whatsapp share
facebook twitter