+

Gujarat High Court : કેડીલાના CMD રાજીવ મોદી કેસમાં ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ

કેડીલા ( Cadila) ના CMD રાજીવ મોદી (Rajiv Modi) સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં એફઆઈઆર દાખલ કરવા માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની…
કેડીલા ( Cadila) ના CMD રાજીવ મોદી (Rajiv Modi) સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં એફઆઈઆર દાખલ કરવા માટે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે સીઆરપીસી કલમ 156 (૩) મુજબ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જે કોઈ પોલીસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવે તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું.
પોલીસ અધિકારી ફરિયાદ પાછી ખેંચવા દબાણ
ઉલ્લેખનિય છે કે કેડીલા ( Cadila) ફાર્માના CMD રાજીવ મોદી (Rajiv Modi) સામે બલ્ગેરિયન યુવતી કરેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં યુવતીએ પોલીસ અધિકારી સામ ગંભીર આરોપ લગાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. યુવતીએ હાઇકોર્ટમાં ગુહાર લગાવી હતી કે સિનીયર પોલીસ અધિકારી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી રહ્યા છે.
પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ ફરિયાદ કરી હતી
નામાંકિત ફાર્મા કંપની કેડીલા ના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી (Rajiv Modi) સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઇ હતી. બલ્ગેરિયન યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરીને દુષ્કર્મનો આરોપ લગાવતાં બિઝનેસ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરૂધ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.
 તેણીની સાથે અણછાજતું વર્તન
 અરજદાર યુવતી દ્વારા  કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદાર યુવતી તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર મૂળ બલ્ગેરિયન નાગરિકત્વ ધરાવે છે અને તેણી ૨૦૨૨માં કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઇ હતી. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા.
લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી
અગાઉ પણ ફરિયાદ કરી હતી
આ યુવતીએ અગાઉ સોલા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાતા 5 ઓક્ટોબર 2023 ના રોજ આ ફરિયાદને ફરિયાદીને વાંધો નહિ હોવાનું કરી અરજી રદ કરી હતી અને સમગ્ર કેસમાં પીડિત યુવતી પાસે પોતાનો સામાન પરત આપવાની અરજી ઉપર સહી કરાવી લેવામાં આવી હતી.અરજદારે ફાર્મા કંપનીના સીએમડી અને આ અધિકારી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અરજદારે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ ગુહાર લગાવી હતી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં તેણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ડીઆઈજી કક્ષાના અધિકારી ને તમામ કેસની તપાસ કરવા આદેશ 
દરમિયાન આજે પીડિત મહિલાની તરફેણમાં  જસ્ટિસ એચ. ડી સુથારે  ચૂકાદો આપ્યો હતો અને  ડીઆઈજી કક્ષાના અધિકારી ને તમામ કેસની તપાસ કરવા આદેશ કર્યા હતા. હાઇકોર્ટે સીઆરપીસી કલમ 156 (૩) મુજબ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જે કોઈ પોલીસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું. કેસ સંબંધિત જે કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તે તમામની તપાસ ડીઆઈજી કક્ષાએ કરવામાં આવશે.
Whatsapp share
facebook twitter