+

રાજકોટ પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન

રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ડો.સુશીલાબેન કેશવલાલ શેઠનું આજે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને આજે 95 વર્ષની વયે…

રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાના પાયાના પથ્થર અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ડો.સુશીલાબેન કેશવલાલ શેઠનું આજે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને આજે 95 વર્ષની વયે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતો. તેઓના નિધનથી જૈન સમાજ અને રાજકોટના જાહેર જીવન સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું,તેઓના પાર્થિવ દેહને કાંતિ સ્ત્રી વિકાસ ગૃહ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી.

ડો.સુશીલાબેને આજીવન જનસેવાના કાર્યો કર્યા
જૂની પેઢીના પીઢ રાજકારણી તરીકે સુશીલાબેને પોતાનું આખું જીવન પ્રજા સેવા માટે સમર્પિત કરી દીધું હતું. ડો.સુશીલાબેનનો જન્મ પાટણવાવ ખાતે 26-03-1928ના રોજ થયો હતો. બાળપણથી જ તેમને આજીવન સમાજસેવક પૂ.ડો.સુશીલાબેન નો જન્મ પાટણવાવ ખાતે તા.26-03-1928ના રોજ સમાજસેવી પરીવાર કેશવલાલ શેઠ અને કસુંબાબેન શેઠને ત્યાં થયો હતો.

બાળપણથી જ ખુબ તેજસ્વી એવા સુશીલાબેને મેડિકલ અભ્યાસમાં એડમિશન મેળવ્યુ એટલુ જ નહિ ગાયનેક શાખાની ઉચ્ચ મેડિકલ ડિગ્રી મેળવી. સમાજસેવા અર્થે તેઓ રાજકારણમાં આવ્યા અને અહીં પણ તેઓએ સફળતા પ્રાપ્ત કરી અને ગુજરાત રાજયના સોશિયલ વેલ્ફેર મિનિસ્ટર તરીકે નિષ્ઠાપુર્વક કામગીરી કરી.

તેમના મોટા બેન એટલે કે હિરાબેન કે જેઓ સ્વાતંત્રસેનાની હતા અને સ્ત્રી જાગૃતિના મશાલચી તેમણે કંડારેલ કેડી પર ચાલ્યા અને તેઓના ડોકટરી વ્યવસાયનો ત્યાગ કરી સમગ્ર સમાજના અને ખાસ મહિલાઓના ઉત્કર્ષ અર્થે અનેકવિધ સંસ્થાઓ માટે પોતાનુ સમગ્ર જીવન સમર્પિત કરી આપેલ હતુ. જીવનના અંતિમ શ્વાસ સુધી સુશીલાબેને પોતાનું જીવન સમાજમાં સમર્પિત કરી દીધુ હતું.

અનેક સંસ્થાઓમાં આપી સમાજસેવા
ડો.સુશીલાબેન શેઠે શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, જી.ટી. શેઠ કેન્સર હોસ્પિટલ, કે. કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ, જી. ટી. શેઠ વિદ્યાલય,એચ.ટી. ચિકિત્સાલય, શાંતિ શેઠ આંખની હોસ્પિટલ પાયાનો પથ્થર મુક્યો હતો.

શનિવારે યોજાશે પ્રાર્થનાસભા
સુશીલાબેન કેશવલાલ શેઠની 95 વર્ષે અંતિમ શ્વાસ લીધો છે. પ્રાર્થનાસભા કેશવલાલ તિલકચંદ શેઠ વિધાભવન,કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે ઢેબર રોડ નજીક સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

આપણ  વાંચો- રાહુલ ગાંધીને મોટો ઝટકો , સુરત કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter