+

Gandhinagar : દશેલા ગામે કાર તળાવમાં ખાબકી, 4 મૃતદેહ બહાર કઢાયા

ગાંધીનગર પાસેના દશેલા ગામે કાર તળાવમાં ખાબક્યા બાદ પાણીમા ડૂબી જતાં 4 વ્યક્તિના મોત થયા હતા.  આ દુર્ઘટનાના કારણે ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. કાર અને અન્ય એક વ્યક્તિની શોધખોળ…
ગાંધીનગર પાસેના દશેલા ગામે કાર તળાવમાં ખાબક્યા બાદ પાણીમા ડૂબી જતાં 4 વ્યક્તિના મોત થયા હતા.  આ દુર્ઘટનાના કારણે ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.
કાર અને અન્ય એક વ્યક્તિની શોધખોળ
પ્રાપ્ત માહિતી મુજબ દશેલા ગામના તળાવમાં કાર ખાબકી હતી જેથી કારમાં સવાર લોકો ડૂબી ગયા છે.  તળાવમાંથી અત્યાર સુધી 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાર અને અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
ચાર નરોડાના અને એક દશેલાનો વ્યક્તિ 
મળેલી માહિતી મુજબ પાંચ મિત્રો ઉદેપુર ફરવા ગયા હતા. પાંચ પૈકી ચાર વ્યક્તિ અમદાવાદના નરોડામાં રહેતા હોવાનું અને એક વ્યક્તિ દેશલા ગામનો હોવાનું જાણવા મળે છે. દશેલા ગામના વ્યકતિને મિત્રો ઘેર મુકવા માટે આવતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અને કાર ગામના તળાવમાં ખાબકતાં પાંચેય મિત્રો ડૂબી ગયા હતા. અત્યાર સુધી તળાવમાંથી ચાર બોડી કાઢવામાં આવી છે અને  એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. રસ્તા પર વરસાદના કારણે પાણી ફરી વળ્યા હોવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.
Whatsapp share
facebook twitter