+

Dahegam: એક રાતમાં થયેલી 22 લાખ રોકડની ચોરીની ઘટના બની ‘ટોક ઓફ ધ ટાઉન’

Dahegam: દહેગામ (Dahegam) તાલુકાના મોટા જલુન્દ્રામાં કોસ્મેટિક પ્રોડક્ટસ બનાવતી કંપની માંથી 22 લાખ રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પંથકમાં અત્યારે પણ ચડ્ડી બનીયાન ધારી ગેંગનો…

Dahegam: દહેગામ (Dahegam) તાલુકાના મોટા જલુન્દ્રામાં કોસ્મેટિક પ્રોડક્ટસ બનાવતી કંપની માંથી 22 લાખ રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પંથકમાં અત્યારે પણ ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જી-હાયજીન કોસ્મેટિક કંપનીની ઓફિસમાં પ્રવેશીને રૂપિયા ભરેલી બેગ લઈને નીકળી ગયા હતા.

માત્ર પાંચ જ મિનિટમાં ઓફિસમાંથી 22 લાખની ચોરી

વધારે વિગતો વાત કરવામાં આવે તો, મધરાત્રે કંપનીની ઓફિસમાં આ સમગ્ર ઘટના બની છે. માત્ર પાંચ જ મિનિટમાં ઓફિસમાંથી 22 લાખ ભરેલી કપડાની બેગ લઈને રફુ ચક્કર થતા ચકચાર મચી જવા પામી છે. મોટા જલુન્દ્રાના પ્લોટ નંબર એલ 423 માં આવેલી જી-હાઈજીન કોસ્મેટિક કંપનીમાં ચોરીની ઘટના બની હતી. નોંધનીય છે કે, ચડ્ડી બનીયાન ધારી ગેંગનો તાજેતરમાં જ મોટા ચિલોડા ખાતે એપીએમસીમાં ત્રણ દુકાનોના તાળા તોડ્યા હતા.

સીસીટીવી કેમેરામાં કેદ થતા કંપનીના કર્મચારીઓ…

આ સમગ્ર ઘટના કંપનીની ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા કંપનીના કર્મચારીઓ પણ ફફડી ઉઠ્યા હતા. ઓફિસમાંથી રૂપિયા ભરેલી બેગો લઈને નીકળવામાં રાત્રે 02:54 થી 02:59 ની વચ્ચે તસ્કરોએ ખેલ પૂરો પાડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઘટનામાં 22 લાખ રૂપિયા ભરેલી ચોરી મામલે દહેગામ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે સાથે દહેગામ પંથકમાં આ મસ્ત મોટી ચોરીની ઘટના ટોપ ઓફ ધ ટાઉન (talk of the town) બની છે.

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

આ પણ વાંચો: Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો મેસેજ…

આ પણ વાંચો: Jetpur: થાણાગાલોલમાં ખેલાયો ખૂની ખેલ! હિસાબનો વિવાદ હત્યા સુધી પહોંચી ગયો

Whatsapp share
facebook twitter