+

Cricket Betting : કરોડોના ખેલનો પર્દાફાશ, 1.50 કરોડની પોર્શ કાર પોલીસે કબજે લીધી

Cricket Betting : ખેલ જગતમાં ક્રિકેટના વધતા જતા ક્રેઝની સાથે ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો બેનંબરી ધંધો જોરશોરથી ફૂલ્યો ફાલ્યો છે. ભૂતકાળમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં ગુજરાત પોલીસ (Gujarat…

Cricket Betting : ખેલ જગતમાં ક્રિકેટના વધતા જતા ક્રેઝની સાથે ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) નો બેનંબરી ધંધો જોરશોરથી ફૂલ્યો ફાલ્યો છે. ભૂતકાળમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં ગુજરાત પોલીસ (Gujarat Police) ના અનેક પોલીસ અધિકારીઓની છબી ખરડાઈ છે તો કોઈ-કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) જેલમાં પણ ગયા છે. આ પરિસ્થિતિની વચ્ચે પોલીસ Cricket Betting ના કેસ કરવાનું ચૂકતી નથી. રાજ્યની સીઆઈડી ક્રાઈમે (CID Crime) અમદાવાદ શહેરના એક વૈભવી બંગલામાં રેડ પાડી કરોડો રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ કરી દોઢ કરોડની પોર્શ કાર (Porsche Car) કબજે કરી છે. પ્રવિણ જૈન નામના આરોપીની ધરપકડ કરી સીઆઈડીના સીઆઈ સેલે (CI Cell) ક્રિકેટ સટ્ટાના આઈડીની લે-વેચ કરનારા 8 શખ્સોને FIR માં ફરાર દર્શાવ્યા છે.

શ્રીલંકા પ્રીમિયર લીગ પર સટ્ટો

શ્રીલંકા પ્રીમિયર લીગ (Sri Lanka Premier League) ની કોલંબો સ્ટ્રાઈકર વિરૂદ્ધ જાફના કિંગ્સની મેચ પર પ્રવિણ જૈન સટ્ટા રમાડવાનો છે તેવી હકિકત મળી હતી. સીઆઈડી ક્રાઈમના CI Cell ના પીએસઆઈ એ. સી. ઈસરાણી (A C Israni PSI) એ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમના વડા એસ. પાંડિઆ રાજાકુમાર (S Pandia Rajkumar IPS) પાસેથી જડતી વૉરંટ મેળવી રેડ પાડી હતી. અમદાવાદના થલતેજ ખાતે આવેલા સોમવીલા બંગ્લોઝ નંબર 40 એ માં સીઆઈડી ક્રાઈમની ટીમ બુધવારે બપોરે ત્રાટકી હતી. દરોડા દરમિયાન પ્રવિણ વિક્રમભાઇ જૈને કબૂલાત કરી હતી કે, Cricket Betting ID જુગાર રમવા ઉચ્છુક ખેલીઓને આપું છું અને હું પણ જુગાર રમું છું. CID Crime CI Cell ની ટીમે 7 કલાકની કાર્યવાહી દરમિયાન જપ્ત કરેલા 15 મોબાઈલ ફોન, લેપટોપ અને દોઢ કરોડની પોર્શ કાર સહિત કુલ 1 કરોડ 51 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફરિયાદમાં ભૈરવ બીટી (અમદાવાદ), કુકી (જયપુર-દિલ્હી), રાધે (અમદાવાદ), બાલાજી (જયપુર), બાલા (સુરત), રામભાઇ (જોધપુર), શનિ (સુરત) અને કપિલ બાલોતરાને ફરિયાદમાં ફરાર દર્શાવ્યા છે.

મોબાઈલ ફોન અને લેપટોપમાં અનેક ID મળ્યા

બુકી પ્રવિણ જૈન (Bookie Pravin Jain) ની જડતી લેતા જીન્સ પેન્ટના ડાબા ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન અને જમણા ખિસ્સામાંથી બે ફોલ્ડ ફોન મળ્યા હતા. ફરિયાદ અનુસાર ચાર ફોન પૈકી 1 મોબાઈલ ફોનમાં બુકી પ્રવિણ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોતો હતો. આ ઉપરાંત અન્ય 13 મોબાઈલ ફોન પણ બંધ હાલતમાં મળ્યા હતા. ત્રણ મોબાઈલ ફોનમાંથી NIN.RADHEEXCH.COM, TAJ777.COM, WORLD777.COM, SAFFRONEXCH.COM અને TENEXCH.COM નામના ID મળ્યા હતા. જેમાં રહેલી બેલેન્સ સીટ તપાસતા 21 કરોડથી વધુ રકમનો હિસાબ મળ્યો હતો. આ ઉપરાંત લેપટોપમાંથી BMWBET777 એપ્લિકેશન અને LUCKY7 એપ્લિકેશન ટીમ સીઆઈ સેલને મળી હતી.

કોની પાસે ID લીધા અને કોને આપ્યા ?

પ્રાથમિક પૂછપરછમાં Cricket Betting કરતા પ્રવિણ જૈને કબૂલ્યું હતું કે, અમદાવાદના ભૈરવ બીટી પાસેથી SAFFRONEXCH.COM નું માસ્ટર આઈડી (Betting Master ID) મેળવી કુકીને 30 લાખમાં આપ્યું હતું. NIN.RADHEEXCH.COM નું આઈડી બાલાજી, રામભાઇ અને બાલાને આપ્યું હતું. ભૈરવ પાસેથી લીધેલું WORLD777.COM નું આઈડી સુરતના શનિને 15 લાખમાં આપ્યું હતું. આ ઉપરાંત ભૈરવે આપેલું TENEXCH.COM આઈડી કપિલ બાલોતરાને 30 લાખમાં આપ્યું હોવાની જણાવ્યું હતું.

આ પણ વાંચો – Ambalal Patel : Z+ સિક્યુરિટી ધરાવતા નિવૃત્ત જજને સરકારે Director of Prosecution બનાવ્યા

આ પણ વાંચો – Tarun Barot : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરૂણ બારોટે મહિલાનો જીવ બચાવ્યો

Whatsapp share
facebook twitter