+

BJP એ જાહેર કરેલી રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારોના નામ નહીં, જાણો શું છે કારણ…

ભાજપે (BJP) રાજ્યસભાની બેઠકો માટેની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના તેના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ…

ભાજપે (BJP) રાજ્યસભાની બેઠકો માટેની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના તેના રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે મતદાન બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. મહત્વનું છે કે, રાજ્યસભા ઉમેદવારોના લીસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું થઇ શકે છે કે એક-બે દિવસમાં ગુજરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે…

પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત અને નવીન જૈનને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપે (BJP) રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં બિહારના ધર્મશીલા ગુપ્તા અને ડૉ. ભીમ સિંહ, છત્તીસગઢના રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, હરિયાણાના સુભાષ બરાલા, કર્ણાટકના નારાયણ કૃષ્ણા ભાંડગે, ઉત્તરાખંડના મહેન્દ્ર ભટ્ટ અને પશ્ચિમ બંગાળના સમિક ભટ્ટાચાર્યનો પણ સમાવેશ કર્યો છે.

જુઓ યાદી-

TMC એ પણ ઉમેદવારો જાહેર કર્યા

અગાઉ તૃણમુલ કોંગ્રેસ (TMC)એ ચાર ઉમેદવારો નામની જાહેરાત કરી હતી. TMC એ પત્રકાર સાગરિકા ઘોષ, નદીમુલ હક, સુસ્મિતા દેવ અને મતુઆ સમાજના મમાત બાલા ઠાકુરને ઉમેદવા બનાવ્યા છે. સુષ્મિતા દેવ પહેલા પણ તૃણમૂલના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી તૃણમૂલમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુરે 2019 માં બનગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ (BJP)ના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતાં તદ્દન અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. એટલે કે, રાજ્યસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાતા નથી, પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે.

રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ

રાજ્યસભા એ કાયમી ગૃહ છે. મતલબ કે તે ક્યારેય તોડી શકાતું નથી. તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને તે અસ્થાયી ગૃહ છે.

આ પણ વાંચો : Rozgar Mela : PM મોદીએ આજે ​​1 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું, 47 જગ્યાએ મેળાનું આયોજન…

Tags : ,BJP,Gujarat,Rajya Sabha,Uttar Pradesh,Bihar,Haryana,Chhattisgarh,Karnataka,Uttarakhand,West Bengal,Rajya Sabha elections
Whatsapp share
facebook twitter