Junagadh: લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહીં છે. ત્યારે ગુજરામાં રાજકીય ગરમાવો જામેલો છે. નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિવાદ તો અત્યારે ચરમ પર છે. ઠેર ઠેર તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢની વાત કરવામાં આવે તો અહીંની લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જુનાગઢ લોકસભામાં અત્યારે મોટો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ચુડાસમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર છે.
રાજેશ ચુડાસમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર
નોંધનીય છે કે, ભાજપના રાજેશ ચુડાસમા સામે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. વેરાવળ રઘુવંશી લોહાણા સમાજે રાજેશ ચુડાસમા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે મહાજનવાડી ખાતે લોહાણા સમાજના યુવાનોની બેઠક પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, જૂનાગઢમાં ઉમેદવાર બદલવાની લોહાણા સમાજે માંગ પણ કરી હતી. ડૉ. ચગ આત્મહત્યા કેસમાં લોહાણા સમાજ આકરાપાણીએ થયા હતાં. ઉલ્લેખનીય છે કે, ડૉ. ચગના પુત્રએ પિતાના નામનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી.
જુનાગઢમાં લોહાણા સમાજ આકરાપાણીએ થયા હતાં
નોંધનીય છે કે, જુનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તેમના સામે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા હતો. જુનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત કરી કરવામાં આવી હતી.
જુનાગઢમાં વિવાદનું સૂર થયા શાંત
તમને જણાવી દઈએ કે, ડો.ચગની આત્મહત્યાનો મામલો ગરમાતા જુનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવાની રઘુવંશીઓની ઉગ્ર માંગ થઈ હતી. જોકે અત્યારે આ મામલે શાંત થઈ ગયો છે. મળતી વિગતો વાત કરવામાં આવે તો, અત્યારે ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે. પહેલા જે રીતે પણ વિવાદ સર્જાયો હતો તે બાદ રાજેશ ચુડાસમા સાથે અત્યારે સમાધાન કરી દેવામાં આવ્યું છે.