+

Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

Arjun Modhwadia Exclusive Interview : ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા જ ઘણા મોટા ફેરફાર થઇ રહ્યા છે. જ્યા કોંગ્રેસ (Congress) ને છોડી નેતાઓ ભાજપ (BJP) માં જોડાઈ…

Arjun Modhwadia Exclusive Interview : ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા જ ઘણા મોટા ફેરફાર થઇ રહ્યા છે. જ્યા કોંગ્રેસ (Congress) ને છોડી નેતાઓ ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કેસરીયા કર્યા છે. જેમા એક મોટું નામ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) નું પણ છે. ભાજપ સાથે જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ને Exclusive Interview આપ્યું હતું. જેમા તેમણે કોંગ્રેસ પાર્ટી કેમ છોડી અને ભાજપમાં કેમ જોડાયા તે વિશે જણાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ સાથે Arjun Modhwadia Exclusive Interview

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ (Congress) ને બેક ટૂ બેક મોટા ઝટકાઓ લાગી રહ્યા છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) ના પ્રવેશ પહેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અંબરીશ ડેર (Ambarish Der) અને વરિષ્ઠ નેતાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ભાજપમાં જોડાયા છે. આ સિવાય મુલુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કેસરીયો ધારણ કર્યા બાદ સૌ પ્રથમવાર ગુજરાત ફર્સ્ટને Exclusive Interview આપ્યું હતું.

રામ મંદિર મુદ્દે Arjun Modhwadia એ શું કહ્યું ?

જેમા તેમણે કહ્યું કે, એક જ દિવસમાં મારા દ્વારા આ નિર્ણય લેવાયો નથી. આ વિશે મનોમંથન 2015 થી ચાલતું હતું. મનોમંથન એ હતું કે, જે પક્ષ સાથે હું જોડાયેલો છું તે જનતા સાથે જોડાયેલો રહે તેના સંપર્કમાં રહે. પણ તેવું ન રહેતા મે ઘણીવાર ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમા હુ સફળ ન થયો. તેટલું જ નહીં કોંગ્રેસ (Congress) પક્ષે પહેલા જ કહ્યું હતું કે, રામ મંદિર (Ram Mandir) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) નો જે નિર્ણય આવે તેને આપણે માન્ય રાખીશું. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો અને તે પ્રમાણે રામ મંદિર બની ગયું અને તે પછી સ્વાભાવિક છે કે, પ્રાણ પ્રતિષ્ઠા થાય. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે જ્યારે કોંગ્રેસ (Congress) ને આમંત્રણ મળ્યું પણ તેમણે તેમા જવું જરૂરી ન સમજ્યું. જેનો અર્થ એ છે કે, જે લોકો નિતિ નિર્ધાર કરે છે તેમને જનતાની જનભાવનાઓની ખબર જ નથી. આવો અહંકાર જનતા સામે ન ચાલે. આ એક દાખલો નથી આવા ઘણા દાખલાઓ છે, જેનાથી જનભાવનાઓનું સન્માન નથી જળવાતું.

જે એક રાજકીય પાર્ટી હતી તે આજે NGO બનવા જઇ રહી છે : Arjun Modhwadia

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ આગળ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જે એક રાજકીય પાર્ટી હતી તે આજે NGO બનવા જઇ રહી છે. આજે કોંગ્રેસે પોતાના અહંકારના કારણે રાજ્યમાં અને દેશમાં પણ વિપક્ષ તરીકેનું સ્ટેટસ ગુમાવી દીધું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જે મહાત્મા ગાંધીની કલ્પના હતી કે દેશની અંદર રાજકીય આઝાદી આવી છે અને આર્થિક આઝાદીનું સ્વપ્ન બાકી છે. તે સપનું સાકાર કરવા માટે PM મોદીએ વિકસીત ભારતનું સુત્ર આપ્યું. 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું સપનું આપ્યું અને તે માટે રાત-દિવસ પ્રયત્નો થઇ રહ્યા છે. તેમા હું એક ભાજપ (BJP) ના કાર્યકર્તા તરીકે તે યજ્ઞની અંદર આહુતી આપવા માટે આજે ભરતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયો છું. જીવનભર હું વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અને ભાજપમાં કામ કરતો રહેવાનો છું.

કોંગ્રેસે વિચારવાની જરૂર અર્જુન મોઢવાડિયા જેવા લડાયક આગેવાને કેમ છોડી પાર્ટી ?

આ પહેલા નહીં પણ અત્યારે જ કેમ આ વિચાર આવ્યો તે સવાલના જવાબમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ અંગે કોંગ્રેસ પાર્ટીએ જ વિચારવાની જરૂર છે કે મારા જેવા કમિટેડ અને લડાયક આગેવાને કેમ પાર્ટી છોડવી પડી. હું જે ફેરફાર કોંગ્રેસ પાર્ટીમાં લાવવા માંગતો હતો તે હું ન લાવી શક્યો. તે પાર્ટીમાં લોકોના પ્રશ્નો શું છે તે જ ખબર નથી. રાજકીય પક્ષ કેવી રીતે વર્તવું જોઇએ તે જ ખબર નથી. અત્યારે જ્યારે ચૂંટણી લડવાની તૈયારીઓ કરવાની જગ્યાએ યાત્રા લઇને નિકળ્યા છે. તેમણે આગળ કહ્યું કે, હું એક સામાન્ય ખેડૂતનો દિકરો હતો. તમામ પ્રકારની ખેત મજૂરી કરી એન્જિનિયર થઇને સમાજમાં આવ્યો હતો. જો મારે પૈસા જ કમાવવા જ હોત તો તે સમયે મારી પાસે ત્રણ મોટી કંપનીઓના ઓર્ડર હતા પણ મે તે ન સ્વીકાર્યું. પણ મે પોરબંદરમાં જવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં પોર્ટ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર બનીને રહ્યો. તે પછી મે વ્યવસાય પણ શરૂ કર્યો. મે ઘણી પિડા ભોગવી છે. મે જે ભવન બનાવવામાં મહેનત કરી અને આજે તે મારે છોડવું પડ્યું છે. જિલ્લા લેવલના અનેક કાર્યાલયો મેં બનાવ્યા છે. આ અંગેની આત્મખોજ જે કોંગ્રેસનું દિગ્ગજ નેતૃત્વ છે તેણે કરવાની જરૂર છે.

PM મોદી જેવું વિઝન વિશ્વમાં બહું ઓછા લોકોનું હશે અર્જુન મોઢવાડિયા

જ્યારે તેમને સવાલ કરાયો કે તમને વડાપ્રધાન મોદીની કઇ બાબત ગમે છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, તેમના જેવું વિઝન વિશ્વમાં બહું ઓછા લોકોનું હશે. જે હંમેશા મોટા જ વિચારો કરે. નાનું વિચારવાનું જ નહીં. મોટો ગોલ રાખીને ત્યા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો તે આ દેશમાં PM મોદી જ કરી શકે. આ હું નથી કહેતો આ તેલંગાણાના કાર્યક્રમમાં નવા મુખ્યમંત્રી રેવન્તા રેડ્ડીએ પણ કહ્યું કે, He is big Brother. દેશ અને તેલંગાણાએ જો આગળ આવવું જ હોય તો ગુજરાત મોડલની થીમ પર જ આવવું પડશે. તેમણે આગળ કહ્યું કે, મારે હવે ગુજરાત અને મારા પોરબંદર માટે કામ કરવું છે. PM મોદીએ જે વિકાસના કામો શરૂ કર્યા છે તેમા મારે હવે તેમનો સાથ આપવો છે. હવે તમને અર્જુનભાઈ ભાજપ માટે જ લડતા દેખાશે. મને ભાજપનું સર્વોચ્ચ મહુડી મંડળ જે કહેશે એ જ હું કરીશ.

આ પણ વાંચો – Operation Lotus : ‘મોદી કા પરિવાર’ માં કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ જોડાયા

આ પણ વાંચો – Gujarat News : અર્જુન મોઢવાડિયાએ આપ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું

આ પણ વાંચો – Arjun Modhwadia: ગુજરાતની રાજનીતિમાં શા માટે જરૂરી છે અર્જુન મોઢવાડિયા? જાણો તેમની રાજનીતિક સફર

Whatsapp share
facebook twitter