+

Gujarat માં બનાવટી સરકારી કચેરી : કૌભાંડીઓનું પાડોશી જિલ્લામાં પણ નવું એક કૌભાંડ પકડાયું

કૌભાંડ-ગોટાળા અને ભ્રષ્ટાચારથી છલકાતા ગુજરાત (Scam in Gujarat) માં ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી (New Modus Operandi) છતી થઈ છે. ગુજરાત રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur District) ના બોડેલી…

કૌભાંડ-ગોટાળા અને ભ્રષ્ટાચારથી છલકાતા ગુજરાત (Scam in Gujarat) માં ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી (New Modus Operandi) છતી થઈ છે. ગુજરાત રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur District) ના બોડેલી (Bodeli) માં કાગળ પર બનેલી સરકારી કચેરી (Fake Government Office) પકડાતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. Gujarat માં નર્મદાની નહેર બન્યા વિના, તળાવ ખોદાયા વિના કે રોડ બન્યા વિના લાખો-કરોડો રૂપિયા ચૂકવાઈ ગયાના કિસ્સાઓને પણ ભૂલાવી દે તેવું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં રહેલા મહા ઠગે છોટાઉદેપુરના પાડોશી જિલ્લામાં પણ ખેલ ખેલ્યો હોવાની વિગતો સામે આવી છે. આગામી દિવસોમાં અનેક નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

નકલી અધિકારીઓ બાદ બનાવટી કચેરી : નકલી PMO, CMO, CBI, ED ઓફિસર, બનાવટી કલેક્ટર આ બધા પાત્રો તો તમે સમાચારોમાં જોયા જાણ્યા હશે. ‘કાર્યપાલક ઇજનેરની કચેરી, બોડેલી’ના નામથી બનાવટી કચેરી બનાવીને ગઠીયાઓએ સરકારના એટલે કે, પ્રજાના રૂપિયા 4 કરોડ 15 લાખ સેરવી લીધા છે. છોટાઉદેપુરના બોડેલીમાં ત્રણ માળના વ્રજ કૉમ્પલેક્ષમાં છેલ્લાં બે વર્ષથી આ કૌભાંડની તપાસ માટે SIT (Special Investigation Team) ની રચના થઈ છે. સીટના અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તીયાઝ શેખ (Imtiyaz Shaikh IPS) 1 DySP, તપાસ અધિકારી PI અને ત્રણ PSI ને સામેલ કરાયા છે. હાલ આ કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે, આરોપી સંદીપ રાજપૂત (Sandip Rajput) અને અબુબકર સૈયદ (Abubakar Saiyed) ના વ્યક્તિગત બેંક એકાઉન્ટ અને કૌભાંડમાં વપરાયેલા બેંક ખાતા ખાલીખમ છે.

બનાવટી સરકારી કચેરીની જાણ કેવી રીતે થઈ ? : વર્ષ 2021થી બોડેલીમાં નકલી સરકારી કચેરી ચાલતી હતી અને તેના માસ્ટર માઈન્ડ હતા સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ આદિવાસી વિસ્તારમાં પ્રજાલક્ષી કામો કરવા માટે પ્રાયોજના કચેરી થકી જુદીજુદી યોજના માટે નાણા ફાળવવામાં આવે છે. આ યોજનાના વડા તરીકે (Project Administrartor) સચિનકુમાર (Sachin Kumar IAS) ને ગત એપ્રિલ મહિનામાં મુકવામાં આવ્યા છે. ગત 25 ઑક્ટોબર, 2023ના રોજ સવારે 11 વાગ્યે પ્રાયોજના કચેરીના IAS સચિનકુમાર અને પ્રાયોજન વહીવટદારના અધ્યક્ષસ્થાને કચેરીમાં ડી-સેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ રાખવામાં આવી હતી. બૉર્ડર વિલેજ યોજનાની વર્ષ 2022-24ની ઉદવહન સિંચાઈ યોજનાના જુદાં જુદાં 12 કામો માટે રૂ. 3.74 કરોડની દરખાસ્ત આવી હતી. આ કામોની દરખાસ્ત અંગે ચર્ચા દરમિયાન સચિનકુમારે કાર્યપાલક ઈજનેર ધવલ પટેલને બોડેલીની દરખાસ્ત અંગે પૂછતાં તેમણે આવી કોઈ દરખાસ્ત તેમની કચેરી ખાતેથી મોકલી નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ ધવલ પટેલે બોડેલી ખાતે આવી કોઈ સરકારી કચેરી નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. જેથી સચિનકુમારે ભૂતકાળમાં કેટલી દરખાસ્ત આવી છે અને મંજૂર થઈ છે તેની તપાસ કરાવતા રૂપિયા 4.15 કરોડ પગ કરી ગયા હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસ તપાસમાં અન્ય કૌભાંડનો ઘટસ્ફોટ : આરોપી સંદીપ રાજપૂત અને અબુ બકર સૈયદની તપાસ પૂછપરછ કરતાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી રહી છે. રાજ્ય સરકાર પાસેથી બેંક એકાઉન્ટ વતી લેવાયેલા 4.15 કરોડનો રૂટ તપાસવા પોલીસે મથામણ શરૂ કરી છે. સાથે જ આરોપીઓના મોબાઈલ ફોન અને તેના નંબરોના આધારે કોની-કોની સાથે સંડોવણી છે તેની તપાસ ચાલી રહી છે. બેંક એકાઉન્ટની તપાસમાં આરોપી સંદીપ રાજપૂતે દાહોદ જિલ્લા (Dahod District) માં પણ સરકારી કચેરીમાંથી ગ્રાન્ટ મેળવીને મોટી રકમનો ચૂનો લગાવ્યો છે. આ વિગતો સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજપૂત અને સૈયદની જોડી સાથે આરોપીઓની ટોળકીમાં અન્ય શખ્સોનો ઉમેરો થાય તો નવાઈ પામવા જેવું નથી.

આ પણ વાંચો – ભારતમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો, રાજવીઓએ કહ્યું- જો સરદાર સાહેબ ના હોત તો આજે ભારત અંખડ ના હોત…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter