અહેવાલ – રહીમ લાખાણી
રાજકોટની હોસ્પિટલમાં અવાર નવાર વિવાદ સામે આવતા રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટની હોસ્પિટલમાં રાધિકાબેન અને પ્રેમિલાબેન અલગ અલગ બહેનો પ્રસૂતિ માટે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા રાધિકાબેને ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો અને જેમાં એક બાળક મૃત્યુ થયું હતું. જોકે બાદમાં નિયમ અનુસાર હોસ્પિટલ સ્ટાફ દ્વારા મૃત બાળક પરિવારજનોને આપવાનું હોય છે તે આપવા પણ ગયા અને રાધિકાબેનના પરિવારને બદલે પ્રેમિલાબેનના પરિવારને મૃત બાળક સોંપાતા ભારે હોબાળો મચ્યો હતો.
કેમ બદલી થઈ બાળકોની ?
રાજકોટ હોસ્પિટલના સ્ટાફ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમણે સમગ્ર હકીકત જણાવી હતી. તેમણે કહ્યું કે, રાધિકાબેનને પ્રસૂતિ થઈ ત્યારે ટવિન્સ બાળકોનો જન્મ થયો હતો. જેમાં એક બાળકનું મોત થયું હતું અને હોસ્પિટલ નિયમ અનુસાર કાર્યવાહી પૂર્ણ કરી અને બાદમાં જ્યાં દર્દીના સગા બેઠા હોય છે ત્યાં સ્ટાફ દ્વારા અવાજ કરવામાં આવતો હોય છે. જેમાં જોસથી રાધિકાબેન આવાજ કરવામાં આવ્યો પરંતુ ત્યાં પ્રેમિલાબેન સારવારમાં હોય તેમના સબંધી આવ્યા અને તેમને મૃત બાળક સોંપવામાં આવ્યું. જોકે રાધિકાબેનના સગા ત્યાં બાજુમાં બાર ગયા હોવાથી પ્રેમિલાબેન સબંધી રાધિકાને સગા સમજી મૃત બાળક સોંપવામાં આવેલ હતું.
પ્રેમિલાબેનને ડિલિવરી નથી થઈ હોવાનું પરિવારને જાણ થતા મૃત બાળકને લઇ પરિવારજનો પરત આવ્યા અને હોસ્પિટલને બાળક પરત સોંપવામાં આવ્યું હતું. જોકે થોડીવાર માટે હોસ્પિટલમાં બંને પરિવાર દ્વારા હોબાળો મચાવતા સિક્યુરિટી સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. જોકે બાદમાં બંને પરિવાર સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે સિવિલ અધિક્ષક રાધેશ્યામ ત્રિવેદી દ્વારા તપાસ કરવા આદેશ પણ કરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે