ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર શેમળા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ જતું હતું. જેમાં તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘુસાડી દીધો હતો. ગોંડલના સોલ્વન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જતું હતું. સૂત્રો અનુસાર તેલ ખાવા લાયક છે. અકસ્માતને કારણે તેલ ભરેલા ટેન્કમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું. લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. અકસ્માત બાદ અકસ્માત સ્થળે તેલ ભરેલ વાહન જોવા મળેલું ન હતું. સિમેન્ટ ભરેલ ટ્રક જોવા મળ્યો હતો.
લોકો બરણી, કેરબા, ડોલ, બેરલ, ડબ્બા સહિતના વાસણો લઈને તેલ ભરવા દોડ્યા
આસપાસના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. હાથમાં જે આવ્યુ તે વાસણ લઈને લોકો તેલ માટે દોટ લગાવી હતી. લોકો બરણી, કેરબા, ડોલ સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા. જેમા ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે ખાબોચિયા ભરાઈ ભરાઈ હતા. તેલ ભરેલુ ટેન્કરનું અકસ્માત થયાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે હોડ મચાવી હતી. અકસ્માતની ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ ને કરવામાં આવી હતી.
તેલ લેવા લોકોએ અકસ્માત સ્થળ તરફ દોટ મૂકી
ટેન્કર પલટી જતા લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી. સ્ત્રીઓ, બાળકો, યુવાનો સહિતનાઓ હાથમાં ડબ્બા, ડોલ, બરણી, લઈને તેલ ભરવા લાગ્યા હતા. હાલ તેલના ભાવો આસમાને છે ત્યારે તેલ મફતમાં તેલ લૂંટવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. રસ્તા પર તેલની ધારાઓ વહેવા લાગી હતી.
હાઇવે પર તેલ ઢોળાતા મોટર સાયકલ સ્લીપ થઈ રહી છે
અકસ્માત થયા બાદ ટેન્કર ગોંડલ સુધી ગયું હતું. ટેન્કરમાંથી તેલ લીકેજ હોવાથી ગોંડલ સુધી રસ્તા પર તેલ પડ્યું હતું. અકસ્માત સ્થળેથી લીકેજ ટેન્કર ગોંડલ સુધી દોડી આવ્યું હતું. સમગ્ર હાઇવે પર તેલ ઢોળાયું હતું. હાઇવે પર તેલ ઢોળાતા બાઈક ચાલકો સ્લીપ થઈને પડી રહ્યા છે. હાલ ગોંડલ ફાયર દ્વારા હાઇવે પર જ્યાં તેલ ઢોળાયું છે ત્યાં પાણી છાંટવામાં આવી રહ્યું છે.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો — Amit Shah : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગત